GSTV
Home » News » બ્રિટન અને યુરોપીયન સંઘની બ્રેક્ઝિટને બહાલી: સંસદમાં મંજૂરી લેવાની બાકી

બ્રિટન અને યુરોપીયન સંઘની બ્રેક્ઝિટને બહાલી: સંસદમાં મંજૂરી લેવાની બાકી

બ્રિટન અને યુરોપીયન સંઘે આજે જાહેરાત કરી હતી કે 28 સભ્ય દેશોના આર્થિક બ્લોકમાંથી 31 ઓકટોબરે  નવા બ્રેક્ઝિટ સાથે બ્રિટને વિદાય આપવાની તૈયારી કરી લીધી હતી. વડા પ્રધાન બોરિસ જોન્સને આ કરારને એક ‘મહાન નવા કરાર’તરીકે વધાવી લીધો હતો, તો યુરોપીયન સંઘના  પ્રમુખ જીન-ક્લોડ જંકરે આ કરારને ‘ન્યાયી અને સંતુલીત કરાર’ગણાવ્યો હતો.

બ્રસેલ્સમાં મળેલી બેઠકમાં તેમણે સભ્ય દેશોને આ કરારને બહાલી આપવા ભલામણ કરી હતી. જો કે નવો કરાર જ્યાં સુધી બ્રિટનનની સંસદમાં પાસ નહીં થાય ત્યાં સુધી તેનું ભાવી અધ્ધરતાલ જ રહેશે. હવે જોવાનું એ છે કે શું જોન્સન પાસે એટલી સંખ્યામાં સાંસદો છે જે આ ખરડાને બહાલી આપે? આમ સભામાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારને ટેકો આપનાપ આઇરિશ ડેમોક્રેટીક યુનિયનિસ્ટ પાર્ટી દ્વારા ખુલ્લો બળવાનો સામનો કરવો પડશે.’

અમને ખૂબ સારો નવો કરાર કર્યો છે જે  નિયંત્રણને પાછું લેશે’એમ તેમણે કહ્યું હતું.પાછળથી બ્રસેલ્સમાં જંકરની  સાથે મળી પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે બ્રિટનના સાંસદોને સાથે આવવા અને  આ નવા કરારને સ્વીકારી લેવા અપીલ કરી હતી. તેમણે ક્હયું હતું કે ‘હવે આપણી પાસે બ્રેક્ઝિટ કરાવાવનો સમય આવ્યો છે અને હવે આપણે તમામે ભેગા મળી મહાન દેશના ભાવિને બનાવવાનો સમય આવી ગયો છે.

મને લાગે છે કે એ ભાગીદારી યુકે અને યુરોપીયન સંઘ બંને માટે સકારાત્મક સાબીત થશે’. જંકરે ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘ જ્યાં ઇચ્છા હોય, ત્યાં કરાર થાય’. અમારી ઇચ્છા હતી જ. આ કરાર  બ્રિટન અને યુરોપીયન સંઘ બંને માટે ખૂબ જ નિયંત્રિત અને ન્યાયી છે.સમસ્યાઓના ઉકેલ માટે આપણી કટીબધ્ધતાની નિશાની છે, એમ તેમણે ક્હયું હતું.

યુરોપીયન પરિષદન પ્રમુખ ડોનાલ્ડ ટસ્કને લખેલા પત્રમાં કરારની ભલામણ કરતાં જંકરે લખ્યું હતું કે ‘વિદાયની પ્રક્રિયા પુરી કરવાનો અને સરળતાથી આગળ વધવાનો સમય હવે પાકી ગયો છે.બ્રિટન સાથે યુરોપીયન સંઘની ભાવી ભાગીદારી અંગે મંત્રણા કરવાનો પણ સમય આવી ગયો છે.

Read Also

Related posts

લ્યો હવે મંદી અને મોંઘવારી અમુલને પણ નડી, દુધની આવકમાં ધરખમ ઘટાડો

Nilesh Jethva

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari

આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!