GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

પાવર પ્લાન્ટ નામે ઓળખાતા અને 14 વિશ્વ રેકોર્ડ ઘરાવતા સિમોનનું થયું મોત, નવો રેકોર્ડ સર્જવાની તૈયારીમાં હતો

બ્રિટનના રહેવાસી સિમોન (Simon)ને દુનિયા ‘પાવર પ્લાન્ટ’ના નામ ઓળખે છે. સિમોન 14 વાર વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે. ક્યારેક બસ ખેંચવાનો તો ક્યારેક ટ્રક ખેંચી ચૂક્યો છે. સિમોન દિવસમાં 28 કાચા ઈંડા ખાતો હતો. જો કે, 47 વર્ષીય સિમોન હવે આપણી વચ્ચે નથી રહ્યો. સિમોનનું મોત થયું છે.

19 ટનનું એન્જિન ઉઠાવવાની તૈયારી ચાલતી હતી

સિમોન એક એન્જિન ખેંચવાની તૈયારી કરતો હતો. જેનું વજન 19 ટન (19 ton) લગભગ 17000 કિલો હતું. આ એન્જિન એક જૂની એમ્બ્યુલન્સનું હતું. એન્જિનને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. સિમોનની પત્નીએ જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસથી તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, તેનું વજન વધ્યા બાદ તે બીમારીઓનો શિકાર બન્યો હતો. જો કે, હાલમાં જ આગામી ચેલેન્જ માટે સિમોને વજન ઉતાર્યું હતું.

ઈવેન્ટમાંથી એકત્ર થનારા રૂપિયા બાળકોને દાન આપવાના હતા

સિમોન 17000 કિલો વજન એક સારા કાર્ય માટે ખેંચવાનો હતો. આ ઈવેન્ટ થકી જે રૂપિયા એકત્ર થવાના હતા તેને બાળકો માટે દાન કરવાનો હતો. સિમોને અગાઉ પણ પોતાના વર્લ્ડ રેકોર્ડમાંથી એકઠા થયેલા રૂપિયા જરૂરિયાતમંદ લોકો માટે દાન કર્યા હતા.સિમોને 17 વર્ષની ઉંમરે જ વાનને ધક્કો માર્યો હતો. વાન ગાર્ડનમાં પાર્ક કરેલી હતી. તેને સિમોન ખેંચીને આગળલઈ ગયો હતો. સિમોને ટ્રક પણ ખેંચેલો છે. 17 ટનની બસની 60 ફુટ સુધી ખેંચીને લઈ જવાનો રેકોર્ડ પણ સિમોનના નામે છે. એટલું જ નહીં તેણે 76 યાત્રીઓ યાત્રીઓ ભરેલી બસ પણ ખેંચી હતી.

READ ALSO

Related posts

જો તમે સેલ્ફી લેવાના શોખીન છો તો વાંચી લો આ ન્યૂઝ, હંમેશ માટે બંધ કરી દેશો

Karan

કઢંગી હાલતમાં પકડાયેલા આ પ્રેમી પંખીડાની ધોલાઈ બાદ ગામલોકોએ લીધો એવો નિર્ણય કે કાયમ બંને મોજમાં રહેશે !

Pravin Makwana

મધ્ય પ્રદેશના ભાજપા મોટા નેતા કોણ છે જેની સાથે કુખ્યાત વિકાસ દુબે સંપર્કમાં હતો…!

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!