બીટકોઈન બાદ વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. PAY-WAY નામના આ કૌભાંડમાં મધ્ય ગુજરાતના સાત જિલ્લાના અંદાજે 2 જેટલા લોકોના લાખો રૂપિયા ફસાયા છે. વડોદરાના 80થી વધુ લોકોએ ગોત્રી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. બ્રિઓ હાઇડ્રોફોનિક્સ નામની કંપની ખોલીને એગ્રીકલચર સેકટરમાં રોકાણના નામે આ સમગ્ર કૌભાંડ આચરવામા આવ્યું છે.
જેમાં રોકાણકારોને વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપવામાં આવી હતી. આ લાલચના ભાગરૂપે થાઇલેન્ડની મુસાફરી પણ કરાવાઇ હતી. એક અંદાજ મુજબ બ્રિઓ હાઇડ્રોફોનિક્સના સંચાલકો હાલમાં દોઢ કરોડનું ફુલેકુ ફેરવી ફરાર થઇ ગયા છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદના પ્રવીણ પટેલ, કમલ જોશી, જય પટેલ અને વડોદરાના હિરેન ઠક્કરનું નામ સામે આવ્યું છે.