GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મંત્રી બ્રિજેશ મેરજા અને પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ આવ્યા આમને સામને, જાણો નારાજગી પાછળનું કારણ

બ્રિજેશ મેરજા

રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા આમને સામને છે. આખરે બંને વ્ચેચની નારાજગીનું કારણ શું છે જોઇએ આ અહેવાલમાં…

બ્રિજેશ મેરજા

હાલ રાજ્યમાં પંચાયત વિભાગના કર્મચારીઓ પડતર માગોને લઈને હડતાળ પર ઉતરતા વિવાદ સર્જાયો છે. છેલ્લા એક સપ્તાહથી પંચાયત કર્મચારીઓ હડતાળ પર જતા જન્મ અને મરણના દાખલાનું કામ અટકી ગયું છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરાઈ છે. ગત કેબિનેટમાં મુખ્યમંત્રી પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના પંચાયત કર્મચારીઓની કઇ માંગને કારણે હડતાળ છે તેની જાણકારી લેવાનો પ્રયાસ કર્યો.

તો કેબિનેટમાં બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને જવાબ આપ્યો કે પંચાયત કર્મચારીઓની પગાર વધારા સહિત અન્ય ભથ્થાની માગ કરી રહ્યા છે અને આ મામલે નાણાં વિભાગને ફાઈલ મોકલી છે. તો બીજી તરફ કેબિનેટમાં હાજર રહેતા નાણાં મંત્રીએ તુરંત જવાબ આપતા જણાવ્યું કે નાણાં વિભાગ પાસે પંચાયત વિભાગની દસ્ખાસ્ત માટેની કોઈ ફાઈલ આવી નથી.

જેથી મુખ્યમંત્રીએ બંને મંત્રીઓએ બેઠક કરીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીને બપોરે પુન સીએમ ઓફિસ ખાતે હાજર રહેવાનું કહ્યું. પરંતુ બપોરે 3 વાગ્યે સીએમ ઓફિસ ખાતે નાણા મંત્રી સહિત પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા હાજર હતા પરંતુ સિનિયર અધિકારી વિપુલ મિત્રા ગેરહાજર રહ્યા. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ વિપુલ મિત્રાનું ગેરહાજર રહેવાનું પાછળનું કારણ બ્રિજેશ મેરજા તરફની નારજગી છે.

બ્રિજેશ મેરજા

વિપુલ મિત્રાનું નારાજ થવાનું કારણ મુખ્યત્વે એ છે કે પંચાયત મંત્રી હસ્તક વિવિધ આવાસો, બાંધવાની કામગીરી બ્રિજેશ મેરજા તેમના કોન્ટ્રાકટરને આપી રહ્યા હોવાની ચર્ચા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે અધિકારીને ટેન્ડર અપાવવામાં પુનાની એક કંપનીમાં રસ હતો અને તે પ્રયાસ નિષ્ફળ ગયો તો સાથે મનભેદ જોવા મળ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL
GSTV