GSTV
Home » News » Video: આજે સૌથી ચમકદાર ધૂમકેતુ ધરતીની ખૂબ જ નજીકથી પસાર થશે, 70 વર્ષોમાં પહેલીવાર જોવા મળશે અદ્ભૂત નજારો

Video: આજે સૌથી ચમકદાર ધૂમકેતુ ધરતીની ખૂબ જ નજીકથી પસાર થશે, 70 વર્ષોમાં પહેલીવાર જોવા મળશે અદ્ભૂત નજારો

16 ડિસેમ્બર એટલે કે આજના દિવસે એક ધૂમકેતુ ધરતીની ખૂબ જ નજીકથી પસાર થવાનો છે. ગત 70 વર્ષોમાં તેને સૌથી ચમકદાર ધૂમકેતુ માનવામાં આવી રહ્યો છે.

નએશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (NASA)જણાવ્યા અનુસાર, આ ધૂમકેતુને દૂરબીન વિના પણ જોઇ શકાશે.

જણાવી દઇએ કે 46પી વર્ટાનેન નામનો આ ધૂમકેતુ 16 ડિસેમ્બરે ધરતીની લગભગ 11.4 મિલિયન કિમીના અંતરેથી પસાર થતાં સૂર્ય તરફ આગળ વધશે. આવી સ્થિતી ખૂબ જ દુર્લભ જ ઉત્પન્ન થાય છે.

46પી વર્ટાનેનને મોટા દૂરબીનની મદદથી પહેલાં જ જોવામાં આવ્યો છે પરંતુ હજુ સુધઈ તેની ચમક વિશે કોઇ જાણકારી મળી નથી.

માનવામાં આવી રહ્યું છે કે જેમ જેમ તે સૂર્યની નજીક પહોચશે તેમ તેમ તેની ચમક વધશે.

નાસાએ જણાવ્યા અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે ધરતીની સૌથી નજીક આવતાં આ ધૂમકેતુ નરી આંખે જોઇ શકાશે.


કેલિફોર્નિયામાં નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ મેનેજર પૉલ ચૂડાસે જણાવ્યું કે, આ ધૂમકેતુ અનેક સદીઓ સુધી ધરતીની સૌથી નજીક આવનારા ધૂમેકતુમાંથી એક હશે.

તેમણે જણાવ્યું કે આવનારા વર્ષોમાં જોવા મળનાર ધૂમકેતુઓમાંથી આ સૌથી ચમકદાર હશે. તેનાથી ખગોળ વૈજ્ઞાનિકોને પણ ધૂમકેતુઓ વિશે વધુ માહિતી મેળવવામાં મદદ મળશે.

જણાવી દઇએ કે 1948માં એસ્ટ્રોનોમર કાર્લ વર્ટાનેને ધૂમકેતુની શોધ કરી હતી જે બાદ તેમના જ નામે ધૂમકેતુનું નામ 46પી વર્ટાનેન રાખવામાં આવ્યું.

ધૂમકેતુ શું છે

ધૂમકેતુ બરફ, ધૂળ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એમોનિયા અને અન્ય અનેક પદાર્થોના મિશ્રણથી બનેલા નાના ખડકો છે. ગ્રહોની જેમ જ ધૂમકેતુ પણ સૂર્યની પરિક્રમા કરે છે.

Read Also

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!