GSTV
Home » News » ઘરગથ્થુ ફેસપેકથી મેળવો ચમકતી-દમકતી ત્વચા

ઘરગથ્થુ ફેસપેકથી મેળવો ચમકતી-દમકતી ત્વચા

ખૂબસૂરત દેખાવાની ઇચ્છા દરેક માનુનીઓને હોય છે. સ્વસ્થઅને ચમકીલી ત્વચા માટે થોડી કાળજી લેવી જરૂરી છે. થોડા સામાન્ય ફેસપેકના ઉપયોગથી ત્વચાને સ્વસ્થ તેમજ સુંદર રાખી શકાય છે.

ખીરાનો ફેસપેક
એક નાનકડી ખીરાની પેસ્ટ બનાવવી તેમાં એલોવેરા જેલ ભેળવવું. આ પેસ્ટને ચહેરા પર પંદર મિનીટ સુધી લગાડી રાખીને ચહેરો ધોઇ નાખવો. આ પેક એકાંતરે લગાડવાથી ચહેરા પર તાજગી આવશે. 

ખીરા ત્વચાને ઠડક આપે છે. તેમજ રૂક્ષ ત્વચાને ચમકીલી કરે છે.તે સનબર્નથી થતી બળતરા ઓછી કરે છે. 

ગુલાબનો ફેસપેક
ગુલાબની થોડી પાંખડીઓ, બે ચમચા ચંદન પાવડર  અને બે ચમચા દૂધ સાથે ભેળવી પેસ્ટ બનાવવી.આ મિશ્રણને ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ધોિ નાખવું.અઠવાડિયામાં બે વાર લગાડવાથી ફાયદો થાય છે.

ગુલાબ ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાડે છે. તેની પાંખડીઓ ત્વચામાં ચમક લાવે છે. આ પાંખડીઓમાં એન્ટિ ઓક્સિડન્ટ ગુણ હોય છે, જે ત્વચાને યુવાન અને મુલાયમ બનાવે  છે. આ ઉપરાંત તેમાં સમાયેલા વિટામિન અને અન્ય પોષક તત્વો ત્વચાને હાઇડ્રેટ કરે છે. તેમજ વાન નિખારે છે. તો વળી દૂધ સ્તિ ટોનરની માફક કામ કરે છે. તેમાં સમાયેલ લેક્ટિક એસિડ ત્વચાની ચમક જાળવી રાખે છે. 

મુલતાની માટીનો ફેસપેક
એક ચમચી મુલતાની માટી, એક ચમચી એલોવેરા જેલ  એક  ચમચો દહીં ભેળળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. આંખમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પેસ્ટ સુકાિ જાય બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોઇ નાખવો. આ પેસ્ટને અઠવાડિયામાં ેએક વાર લગાડવી.

મુલતાની માટીમાં ચહેરા પર ચમક લાવવાના ગુણ છુપાયેલા છે. તે ત્વચા પરથી વધારાનું તેલ, ગંદકી તેમજ  મૃત ત્વચાને બહાર કાઢે છે અને ત્વચાને સાફ કરે છે.જ્યારેએવોવેરા અને દહીંમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ મોજુદ છે, જે ત્વચાના ડાઘ-ધાબા દૂર કરે છે. આ પેકને હાથ અને પગ પર પણ લગાડી શકાય છે. 

લીંબુનો ફેસ પેક
અઢદા લીંબુનો રસ, અડધી ચમચી હળદર અન ેએક ચમચો મધ ભેળવી પેસ્ટ બનાવી. તેને ચહેરા માલિશ કરતા હોય તે રીતે લગાડવું  દસ મિનીટ બાદ ચહેરો ધોઇ નાખવો.

આ એક ઉત્તમ ઘરગથ્થુ ફેસપેક છે. જે ત્વચાને ચમકીલી કરે છે. લીંબુમાં વિટામિન સી હોય છે તેવચા પરના ડાઘ-ધાબા ઝાંખા કરે છે. તો વળી મધ ત્વચાની નમીને જાળવી રાખીને ત્વચાને મુલાયમ બનાવે છે. 

ચંદનનો ફેસપેક- બે ચમચા ચંદન પાવડર, એક અથવા બે ચમચા કાચું દૂધ અને ચપટી કેસર લેવા. કેસરને થોડી વાર માટે દૂધમાં ભીંજવવું. ત્યાર બાદ ચંદન પાવડરમાં કેસરવાળુ  દૂધ ભેળવી પેસ્ટ તૈયાર કરીને ચહેરા પર લગાડવી. ડાઘ-ધાબા હોય તો તેના પર ખાસ લગાડવું. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો.

આ પેકથી ચહેરા પરના ડાઘ-ધાબા દૂર થાય છે તેમજ ત્વચા પર રેસસ થયા હોય તો બળતરા ઓછી કરીને ત્વચન ેારામ આપે છે. 

બદામનો ફેસપેક
પાંચ-છ બદામ ન રાતના પાણીમાં ભીંજવી દેવી. સવારે  દૂધ સાથે વાટીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડી ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. 

બદામમાં પ્રચૂરમ ાત્રામાં વિટામિન ઇ અને અને પોષક તત્વો સમાયેલા હોય છે. જે ત્વચાને મોઇશ્ચરાઝ કરે છે. સૂર્યના હાનિકારક કિરણોથી ટેન તેમજ મુરઝાયેલી ત્વચાને ફાયદો કરે છે. 

ચણાના લોટનો ફેસપેક
બે ચમચા ચણાનો લોટ, એક ચમચો મલાઇ અથવા ગુલાબજળ અને લીંબુના રસના થોડા ટીપાં તેમજ ચપટી હળદરને ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. અઠવાડિયામાં એક-બે વાર લગાડી શકાય. ચણાનો લોટ ત્વચા પરની ગંદકી દૂર કરીન ેત્વચાને સ્વચ્છ કરે છે. તેમજ તે ખીલ અન ે ડાઘ-ધાબા પર પણ અસરકારક છે.

Read Also

Related posts

પુરુષોએ આ શરીરના પાર્ટ પર લગાવવું જોઇએ દેશી ઘી, થશે અનેક ફાયદા

Bansari

હાર્દિક પટેલ અને અમિત શાહ બન્ને આ કાર્યક્રમમાં જોવા મળશે, પોલીસનો ચુસ્ત બંધોબસ્ત

Nilesh Jethva

સુરત બાદ અમદાવાદના યુવાનોને તલવાર વડે કેક કાપવાનો પાનો ચઢ્યો, પોલીસ આવી હરકતમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!