GSTV

નોકરી-2021 / વીમા ક્ષેત્રમાં મળી રહી છે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તકો, આજે જ મેળવો યોગ્યતા અને જોબ સ્કોપ વિશે માહિતી…

વીમા

Last Updated on September 6, 2021 by Zainul Ansari

વીમા ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે કે, જે છેલ્લા કેટલાક વર્ષોથી નિરંતર આગળ વધી રહ્યો છે, જેના કારણે એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ્સની માંગમાં ખુબ જ ભારે વધારો થયો છે. જો તમે પણ વીમા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવો છો તો આવનાર સમય તમારા માટે ખુબ જ સારો રહેશે. ખાસ તો કોરોના પછી વીમાના ક્ષેત્રમાં ખુબ જ વધારો થયો છે. આજે, વીમા કંપનીઓ પાસે લગભગ દરેક પરિસ્થિતિ નો સામનો કરવા માટે પોલિસીઓ છે. જીવન વીમો, મુસાફરી વીમો, વાહન વીમો, આરોગ્ય વીમો અને ઘરનો વીમો.

અભ્યાસ :

આ ક્ષેત્રમાં જવા માટે તમે ઓછામાં ઓછું 12 મુ પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત આ ક્ષેત્રનું સંપૂર્ણ જ્ઞાન લેવા માટે તમારે એક્ચ્યુ અરિયલ વિજ્ઞાન સંબંધિત અભ્યાસક્રમોમાં સ્નાતકની ડિગ્રી લઇ શકો છો અને જો તમે 12 પાસ પછી આ ક્ષેત્રમાં આવવા ઈચ્છો છો તો આંકડાશાસ્ત્રમાં 55 ટકા ગુણ સાથે 12 પાસ થવું જરૂરી છે. જ્યારે પીજી ડિપ્લોમા, માસ્ટર ડિગ્રી અને સર્ટિફિકેટ કોર્સ માટે ગણિત-આંકડા અને અર્થશાસ્ત્ર વિષય જરૂરી છે. એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ બનવા માટે વિદ્યાર્થીઓ એક્ચ્યુરિયલ સોસાયટી ઓફ ઇન્ડિયાના સાથી સભ્ય હોવા જોઈએ. આ સંસ્થા આ ક્ષેત્ર સંબંધિત અનેક પ્રકારના અભ્યાસક્રમ કોર્સ આપે છે.

વીમા અંગેનું કાર્યક્ષેત્ર :

વીમા વિભાગમા ગણિત અને આંકડાઓની પદ્ધતિઓનો ઉપયોગ કરીને આવનાર સમયના જોખમનું અનુમાન લગાવે છે. એક્ચ્યુ અરિયલ પ્રોફેશનલ્સ પોલિસીધારકને પ્રીમિયમ તરીકે ચૂકવવાની રકમ અથવા કંપનીને પેન્શન અથવા રિટર્ન પર કેટલો ખર્ચ કરવો પડશે તેની ગણતરી કરે છે. પ્રોફેશનલ વ્યક્તિનું કામ અચાનક બનેલી ઘટનાની આર્થિક અસરનો અંદાજ કાઢવાનું પણ છે. આજે, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રોફેશનલ લોકો ને વીમા ઉદ્યોગની કરોડરજ્જુ પણ કહેવામાં આવે છે.

વીમા

સ્કિલ અને યોગ્યતા :

આ ક્ષેત્રમાં કામ કરવા માટે તમારી જાતને ડે ટૂ ડે અપડેટ રાખવી જરૂરી છે. લોકોની સમસ્યાઓને સમજવી અને તેને પોતાની તકનીકી રીતથી સામેવાળાને સમજાવવામાં તે અચકાતા નથી. આ ઉપરાંત ગણિત અને આંકડા પર મજબૂત પકડ જેવી કુશળતા હોવી પણ જરૂરી છે. તમારી લાયકાતના આધારે તમે વહીવટી અધિકારી અને મદદનીશ, વિકાસ અધિકારી, વીમા એજન્ટ, વીમા સર્વેયર, એક્ચ્યુરી મેનેજર, રિસ્ક મેનેજર જેવા હોદ્દા પર કામ કરી શકો છો.

નોકરી માટેની તક :

જો તમારી પાસે એક્ચ્યુઅરિયલ સાયન્સમાં ડિગ્રી હોય તો નોકરીઓ માટે આવનાર દિવસોમાં તમારા માટે ઘણા રસ્તા ખુલ્યા છે. તેમના માટે વીમા, બેંકિંગ, BPO-KPO, IT ક્ષેત્ર, બહુરાષ્ટ્રીય કંપનીઓ, નાણાકીય કંપનીઓ વગેરેમાં કારકિર્દી બનાવવાની ખુબ જ સારી તકો છે. બીજી તરફ બીપીઓ કંપની જોખમ વિશ્લેષણ માટે મોટી સંખ્યામાં એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ્સને પણ રાખે છે. બીપીઓમાં કામ કરતા એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ્સનો પગાર પણ સામાન્ય બીપીઓ કર્મચારીઓ કરતા બે થી ત્રણ ગણો વધારે છે.

ભારતમાં આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની સંભાવના પણ વધારે છે કારણકે, તે વૈશ્વિક ગ્રાહકોને ઓછા સંસાધનો અને સૌથી ઓછી કિંમત સાથે સારી એવી સુવિધાઓ પૂરી પાડે છે. આ જ સમયે, એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ્સની માંગ ફક્ત સરકારી અને ખાનગી વીમા કંપનીઓમાં જ નહીં પરંતુ, ટેરિફ સલાહકાર સમિતિ, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ, સામાજિક સુરક્ષા યોજના, નાણાકીય વિશ્લેષણ પેઢીમાં પણ છે.

વીમા

સેલેરી :

આ ક્ષેત્રમાં તમે ફ્રેશર તરીકે દર મહિને 20 થી 30 હજાર રૂપિયા સરળતાથી મેળવી શકો છો.તે જ સમયે અનુભવ અને સમય સાથે ઉચ્ચ પદવી પર પહોંચ્યા પછી તમે 1 લાખ રૂપિયાનું માસિક પગાર ધોરણ પણ લઈ શકો છો. જો તમે ટોચની કોલેજમાંથી એમબીએ ઈન ઇન્સ્યોરન્સ કર્યું હોય તો તમે તમારી પહેલી નોકરીમાં જ વધુ સારા પગારધોરણની અપેક્ષા રાખી શકો છો.

પ્રમુખ સંસ્થાઓ :

કોલેજ ઓફ વોકેશનલ સ્ટડીઝ, દિલ્હી યુનિવર્સિટી
એકેડેમી ઓફ ઇન્શ્યોરન્સ મેનેજમેન્ટ, દિલ્હી
બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી, દિલ્હી
ઇન્શ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, મુંબઈ
એક્ચ્યુરિયલ સોસાયટી ઓફ ઇન્ડિયા
અલીગ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ
યુનિવર્સિટી ઓફ પુના, પુણે
એમીટી સ્કૂલ ઓફ ઇન્શ્યોરન્સ અને એક્ચ્યુરિયલ સાયન્સ, નોઇડા

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!