GSTV
Home » News » ઇન્કમટેક્સ ખાતે બ્રિજ તૈયાર, આગામી મહિને લોકાર્પણ, અમદાવાદની જનતાને 55મો બ્રિજ મળશે

ઇન્કમટેક્સ ખાતે બ્રિજ તૈયાર, આગામી મહિને લોકાર્પણ, અમદાવાદની જનતાને 55મો બ્રિજ મળશે

અમદાવાદમાં ટ્રાફીકથી વ્યસ્ત રહેતા ઇન્કમટેક્સ ખાતે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ તૈયાર કરવામા આવ્યો છે. આગામી મહિને આ બ્રિજનું લોકાર્પણ કરવામા આવશે. તો આ બ્રિજના લોકાર્પણની સાથે અમદાવાદની જનતાને 55મો બ્રિજ મળશે.

ઇન્કમટેક્ષ સર્કલ પર જ્યાં બ્રિજ તૈયાર કરાયો છે. ત્યાં વર્ષોથી ગાંધીજીની પ્રતિમા છે. આ પ્રતિમા અમદાવાદની અનેક ઘટનાઓની સાક્ષી રહી છે.ત્યારે આ પ્રતિમાને અહીંથી ગાંધી આશ્રમ કે અન્ય જગ્યાએ ખસેડવાની વાત કરવામા આવતી હતી. પરંતુ આ અંગે વિવાદનો વંટોળ સર્જાવાની શક્યતા જોતા આ નિર્ણય કરાયો નથી. હજુ બ્રિજનું લોકાર્પણ થયુ નથી ત્યારે થોડા દિવસ પહેલા વરસાદ આવ્યો તે સમયે બ્રિજની કીનારી પરથી પાણી ટપકતો વીડીયો વાયરલ થયો હતો. જેથી આ બ્રિજના બાંધકામ અંગે આગામી દિવસોમા ફરિયાદ ઉઠે તેવી શક્યતા નકારી શકાય નહીં.

READ ALSO

Related posts

જેની નવરાત્રીમાં ખાસ જરૂર હોય છે તે જ હવે લોકો ન ખરીદતા વેપારીઓ ચિંતામાં

Mayur

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!