લગ્નની રાત્રિએ વરરાજાએ નવવધૂનો ઘૂંઘટ ઉઠાવ્યો અને નવવધૂએ…

નવા સંબંધમાં પગરણ માંડતા જ નવદંપત્તિના મગજમાં તમામ સવાલ ઉભા થાય છે. એક અજ્ઞાત ભવિષ્ય માટે ફક્ત ચિંતાઓ હોતી નથી પરંતુ મગજમાં રોમાંચ પણ દોડવા મંડે છે. લવ મેરેજની તુલનાએ એરેન્જ મેરેજમાં આ પ્રશ્નો વધારે પરેશાન કરે છે. એવામાં ઘણી વખત દુલ્હા અને દુલ્હન ઘણી વખત એવુ પગલુ ઉઠાવે છે, જે હેરાન કરી નાખે છે.

આવી એક ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. જેને જાણ્યા બાદ દરેક લોકો પરેશાન છે. આ ઘટનાનો વીડિયો પણ બની ગયો હતો જેને સોશિયલ મીડિયામાં ખૂબ નિહાળવામાં આવ્યો છે, આ ઘટના સાઉથ આફ્રિકાની છે.

સાઉથ આફ્રિકામાં એક લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. મોટા હૉલમાં દંપત્તિના સ્વજનો પાર્ટીની મજા માણી રહ્યાં હતાં ત્યારે સુંદર ગાઉનમાં નવવધુની એન્ટ્રી થાય છે. મંચ પર ઉભેલો વરરાજા પોતાની જીવનસાથીને જોઈને હાસ્ય વેરી રહ્યો હતો. મોબાઈલ ખેંચવાનો ઘટનાક્રમ ઝડપી થઈ રહ્યો હતો. પરંતુ ત્યારે એવુ થાય છે કે જેનાથી પાર્ટીમાં બધા લોકોનો મૂડ ચેન્જ થઈ જાય છે. ધર્મ અનુસાર થઈ રહેલા લગ્નમાં પાદરી દુલ્હા અને દુલ્હનની સાથે પરંપરાઓ શરૂ કરે છે. રિવાજ મુજબ, લગ્નના સ્ટેજ પર જ પાદરીએ નવવધુને કિસ કરવાની દુલ્હાને પરવાનગી આપી દે છે અને વરરાજા નવવધુની નજીક આવે છે ત્યારે આશા નહોતી કંઈક તેવુ થાય છે.

વરરાજાએ જેવો પોતાની દુલ્હનનો પડદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો દુલ્હને પોતાનું મોઢું ફેરવી લીધું. લોકોને લાગે છે કે નવવધુ દુલ્હાને પરેશાન કરી રહી છે. દુલ્હો ફરીથી પ્રયત્ન કરે છે પરંતુ આ વખતે દુલ્હન પોતાનો ચહેરો તો ફેરવી નાખે છે. પરંતુ નારાજ થઈને તેણી ત્યાંથી નાસી જાય છે. આ ઘટનાનો વીડિયો પણ છે. દુલ્હનના ગયા બાદ દુલ્હો ત્યાંથી જતો રહે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter