GSTV

લગ્ન કરાવનાર મહારાજ જ કન્યા લઈ એક… બે… ત્રણ થઈ ગયા

મધ્યપ્રદેશના સિરોંજ શહેરના ટોરી બાગરોદનો એક કિસ્સો સામે આવ્યો છે. 21 વર્ષની છોકરીના લગ્ન બાસૌદાના આસઠ ગામના રહેવાસી યુવક સાથે 7 મેના રોજ થયા હતા. આસઠ ગામના જ રહેવા વાળા પંડિત વિનોદ મહારાજે યુવક અને યુવતીના લગ્ન કરાવ્યા હતા. લગ્ન પછી છોકરીને વિદાય આપવામાં આવી અને તેના ત્રણ દિવસ પછી છોકરી પિયરમાં આવી.

એ સમય દરમિયાન 23 મેના રોજ છોકરીના પરિવારવાળા એક લગ્નના સમારોહમાં વ્યસ્ત હતા, ત્યારે છોકરી એ પંડિત વિનોદ જોડે ભાગી ગઈ. કહેવાય છે કે જે લગ્નમાં છોકરીના પરિવારવાળા જવાના હતા તે લગ્નની તમામ વિધિની જવાબદારી તે પંડિત વિનોદને આપવામાં આવી હતી.

પરંતુ તે લગ્નની વિધિ પહેલાં જ ત્યાંથી ગાયબ હતો. જ્યારે તેની તપાસ શરૂ થઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે છોકરી પણ ઘરમાંથી ગાયબ છે. ત્યારબાદ તેનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે ફરિયાદ લખી અને તેની તપાસ શરૂ કરી દીધી. તપાસ દરમિયાન ખબર પડી કે તે નવવિવાહિત છોકરી અને પંડિત વચ્ચે 2 વર્ષથી અફેર હતું. પંડિતે પહેલાથી જ લગ્ન કરેલા છે. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

ઘટના બની એ દિવસથી તેનો પરિવાર પણ ગાયબ છે. અત્યારે છોકરીના સાસરાવાળા અને પિયરવાળા એ ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે છોકરી તેની સાથે સાસરેથી મળેલી દોઢ લાખ રૂપિયાની જ્વેલરી અને 30 હજાર રૂપિયા લઈ ગઈ છે. આ બાબત પર સિરોંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રભારી શકુંતલા બામનિયા એ જણાવ્યું કે, છોકરી ગુમ થયાની ફરિયાદ કરી છે. પંડિત અને છોકરીની શોધખોળ ચાલુ છે.

Read Also

Related posts

IPL 2020: સૂર્યકુમાર યાદવ અને બુમરાહનો તરખાટ, મુંબઈનો પ્લે ઓફમાં પ્રવેશ

Bansari

ડાંગરના ખેડૂતો માટે આનંદના સમાચાર : સરકારે ખેડૂતોને ભાવ મળી રહે એ માટે લીધો મોટો નિર્ણય, આ તારીખ પણ લંબાવી

pratik shah

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!