હજુ લગ્ન થયા જ હતા ત્યાં જ નવદંપતિને હજારનો ચાંદલો મળવાને બદલે ચૂકવવો પડ્યો. વાત છે વડોદરાની જ્યાં લગ્ન કરીને નવપરણિત દંપતિ કારમાં જઇ રહ્યું હતું. ફૂલોથી સજાવેલી કાર કમાટીબાગ પાસે પહોંચી ત્યાં જ કમાટીબાગ પોલીસે કારને અટકાવી તપાસ કરતા દુલ્હને માસ્ક નહોતુ પહેર્યુ એટલે પોલીસે દુલ્હનને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ વડોદરામાં પણ તંત્ર સતર્ક જોવા મળ્યુ અને પ્રભારી સચિવ વિનોદ રાવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જેમાં એસએસજી અને ગોત્રી હોસ્પિટલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો..બંને હોસ્પિટલમાં કુલ 575 બેડની હાલ કેપેસિટી છે..257 દર્દીઓ ગોત્રી અને 200 દર્દીઓ એસએસજી હોસ્પિટલમાં છે..બંને હોસ્પિટલમાં કુલ 100 વેન્ટીલટર મશીન છે. જેમાં ગોત્રી હોસ્પિટલ ખાતે 53 અને એસએસજીમાં 31 દર્દીઓ વેન્ટીલેટર પર છે..સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોનું ફાયર ઓડિટ પર ધ્યાન અપાશે.

READ ALSO
- 20 હજાર રૂપિયા પગાર છે તો પણ તમે ખરીદી શકો છો કાર, નહીં પડે પોકેટ પર EMIનો ભાર
- સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ કોંગ્રેસને પક્ષપલ્ટાનો ડર, ‘પક્ષ છોડીને જઇશું નહીં’ તેવી બાંહેધરી બાદ જ વિપક્ષ ફાળવશે ટિકિટ
- હવે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા, આ સરકારી બેન્ક લઇને આવી છે Door Step Banking સુવિધા
- અમદાવાદ/ અંદાજીત 40 સીબીએસઇ સ્કૂલો આજથી શરૂ, વાલીઓના પ્રવેશ પર મનાઇ: ગાઇડલાઇનનુ પણ સંપૂર્ણ પાલન