GSTV
Home » News » લગ્નમાં ફોટો પાડવા આવ્યો હતો ફોટોગ્રાફર, તેની સાથે ભાગી ગઈ દુલ્હન

લગ્નમાં ફોટો પાડવા આવ્યો હતો ફોટોગ્રાફર, તેની સાથે ભાગી ગઈ દુલ્હન

દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં અનોખો પ્રેમનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કન્યા તેના લગ્નના દિવસે એક મહિના જુના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. લગ્નના એક મહિના પહેલા કન્યાને ફોટોગ્રાફર સાથે પ્રેમ થઈ ગયો. તે લગ્નના દિવસે ફોટોગ્રાફ્સ લેવા આવ્યો હતો. સાત ફેરા બાદ બંનેએ ભાગવાની યોજના બનાવી હતી પણ તેમાં સફળતા મળી ન હતી. બીજી તક માટે તેણે વધારે રાહ જોવી ન પડી હતી.

હનીમૂન પર કન્યાએ વરરાજાને પ્રેમ સંબંધ બાંધવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેને ઓછામાં ઓછા 6 મહિનાની જરૂર છે. પતિને આ ન ગમ્યું અને તેણે સાસુ સાથે વાત કરી. સાસુ-વહુએ પુત્રીને સમજાવ્યું પણ મામલો કાબૂમાં આવ્યો નહીં. લગ્નના ચાર દિવસ પછી પગફેરો કરવા માતાના ઘરે આવી અને ત્યાંથી ફોટોગ્રાફર સાથે છુપી રીતે ભાગી ગઈ.

દુલ્હન પણ લગ્નના આભૂષણો લઈને ભાગી ગઈ હતી. પરિવારજનોએ ગુમ થયાની ફરીયાદ નોંધાવી. સાંજે તેણે ઘરે ફોન કરીને જણાવ્યું કે તે તેના મિત્રના ઘરે છે પરંતુ ટૂંક સમયમાં જ આખી વાત ખબર પડી ગઈ. માહિતી મળતાં પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

આ લગ્ન 27 જૂન 2019 ના રોજ થયા હતા અને 1 જુલાઈએ દુલ્હન ફરાર થઈ ગઈ હતી. વકીલ અરૂણ શર્માએ જણાવ્યું કે ગંગા વિહારના પતિએ ગોકુલપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

દિવાળીમાં મહેમાનોના સ્વાગત માટે 5 જ મિનિટમાં બનાવો પાન મુખવાસ, કોઇપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર

NIsha Patel

રિલાયંસે રચ્યો ઈતિહાસ, બની 9 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપવાળી દેશની પહેલી કંપની

NIsha Patel

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીની કામગીરીને લઈ ચૂંટણીપંચે આપ્યો આખરી ઓપ, કુલ 14 લાખ 74 હજાર મતદારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!