GSTV
ટોપ સ્ટોરી

વલસાડ પોલીસનું અમાનવીય વર્તન : રાત્રિ કરફ્યુનાં નામે લગ્ન બાદ વર-વધુને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા

કોરાનાનાં વધતા જતા કેસો વચ્ચે રાત્રિ કરફ્યુ સહિતનાં નિયમો વચ્ચે વલસાડ પોલીસનો સંવેદનહીન ચહેરો સામે આવ્યો છે. વલસાડ પોલીસનાં અસંવેદનશીલ વર્તનના કારણે નવપરણિત વરવધુ લગ્ન કરીને પોતાના ઘરે પહોંચે તે પહેલાં જ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી છે. વલસાડમાં રાત્રિ કરફ્યુનાં નામે નિયમોના નામે પોલીસ વર-વધુને પોલીસ સ્ટેશન લઈ ગયા.

રાત્રિ લગ્ન દરમિયાન વિદાયની વેળા સમયે કરફ્યુનો સમય લાગુ થયો હતો. એ સમયે પોલીસ આવી અને લોકડાઉન ભંગનો કેસ કરી નવ પરણિત દંપતિ અને જાનૈયાઓને પોલીસ મથકે લઈ ગઇ હતી. પોલીસે તમાને પોલીસ મથકે રાખ્યા. નેતાઓ નિયમ ભંગ કરે તો આંક આડા કાન કરતી પોલીસે નવ પરણિત દંપતિ અને જાનૈયાઓને નિયમો સમજાવીને પોલીસ મથકે રાખવાની કામગીરી પર લોકોમાં ક્યાંકને ક્યાંક પોલીસ સામે નારાજગી જોવા મળી રહી છે.

પોલીસ સામે સળગતા સવાલ

જો કે, અહીં કેટલાંક સળગતા સવાલો પણ ઊભા થઇ રહ્યાં છે. જેમ કે, કરફ્યુ પાલનનો દાખલો બેસાડવાના નામે નવદંપતિને રાતે પોલીસ મથકે રાખવા કેટલાં યોગ્ય? નેતાઆે દ્વારા નિયમ ભંગ થાય તો તમાશો જોતી પોલીસ શા માટે સંવેદનહીન બની ગઇ છે?

READ ALSO :

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ફાઈવ સ્ટાર ઉતારો / રાજસ્થાન રોયલ્સની ટીમ રોકાઈ છે અમદાવાદની આ હોટેલમાં, જૂઓ અંદરની તસવીરો

Hardik Hingu

ભારત vs જાપાન એશિયા કપ 2022: એશિયા કપ હોકીમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન, જાપાનને 2-1થી હરાવ્યું

Zainul Ansari
GSTV