GSTV
Home » News » આ દેશમાં આ કારણે વર-વધૂને ટૉયલેટ જવા પર છે પ્રતિબંધ

આ દેશમાં આ કારણે વર-વધૂને ટૉયલેટ જવા પર છે પ્રતિબંધ

લગ્નને લઈને દરેક ધર્મ અને દેશોમાં અલગ અલગ નિયમો હોય છે. કોઈ જગ્યાએ વર ઘોડી ચડીને આવે છે, તો કોઈ જગ્યાએ વધૂને પાટા પર લાવવામાં આવે છે. પરંતુ દુનિયામાં એક દેશ એવો છે,જ્યાં લગ્નની રસમ બહુજ અલગ હોય છે. અહીં વર-વધૂને ટૉયલેટ જવા પર પ્રતિબંઘ મૂકેલો છે.

ઈન્ડોનેશિયાનો છે આ રિવાજ. ટૉયલેટ  ન જવાની આ અનોખો રિવાજ ઈન્ડોનેશિયામાં છે. આ રીવાજનું ચલણ ઈન્ડોનેશિયાનાં ટીડૉન્ગ સમુદાયમાં છે. આ સમાજના લોકો આ નિયમને ખૂબજ મહત્વપૂર્ણ માને છે. એટલે તેઓ આ નિયમને ગંભીરતાથી નીભાવે છે. ત્રણ દિવસના રોક રિવાઝ મુજબ, વર-વધૂ ત્રણ દિવસ સુધી ટૉયલેટ જઈ શકતા નથી. એવું કરવું અપશુકન માનવામાં આવે છે. સ્થાનિક સમુદાય મુજબ, લગ્ન એક પવિત્ર સમારોહ છે. ટૉયલેટ જવાથી તેમની પવિત્રતા ભંગ થઈ જાય છે. તેનાથી નવા વર-વધૂ અશુદ્ધ થઈ જાય છે.

ઈન્ડોનેશિયામાં આ રીવાજ નિભાવવાનું મુખ્ય કારણ નવ દંપતિઓને ખરાબ નજરથી બચાવવાનું છે. સમુદાય મુજબ વૉશરૂમનો ઘણા લોકો ઉપયોગ કરે છે. તેઓ શરીરમાંથી ગંદકી બહાર કાઢે છે. જેના કારણે ત્યાં નકારાત્મક શક્તિઓ હોય છે. લગ્ન બાદ તરત ટૉયલેટ જવાને કારણે વર-વધૂમાં આ નકારાત્મક શક્તિઓ આવવાની આશંકા રહે છે. ટીડૉન્ગ સમુદાય મુજબ લગ્ન બાદ તરત શૌચાલયનો ઉપયોગ કરવાથી નવદંપતિના સંબંધ તૂટવાનો ખતરો ઉભો થાય છે. ત્યા હાજર ખરાબીઓ તેમનામાં આવી જાય છે.

સમુદાયમાં લોકોનું માનવુ છેકે, લગ્ન બાદ ટૉયલેટનો ઉપયોગ કરવો એ વર-વધૂ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તે બંનેમાંથી કોઈ એકનો જીવ ખોવાનો વારો પણ આવી શકે છે. સમયે ધ્યાન ન આપતાં નવ દંપતિનો નવો સંસાર નષ્ટ પણ થઈ શકે છે. નવા વર-વધૂને ત્રણ દિવસ સુધી ટૉયલેટ લાગે નહી, તેના માટે બંનેને ઓછુ ખાવાનું અને પીવાનું આપવામાં આવે છે. સમુદાયના લોકો આ રીવાજનું પાલન સખ્તાઈથી કરે છે. તેઓ ધ્યાન રાખે છેકે, આ રિવાજને કારણે વર-વધૂને કોઈ તકલીફ પડે નહી. અને સાથે જ તેઓ ટોયલેટનો ઉપયોગ પમ ન કરે તેનું ધ્યાન રાખે છે.

READ ALSO

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!