GSTV

લૂંટેરી દુલ્હન / અઢી લાખ રૃપિયા આપી લગ્ન કર્યા પછી ખબર પડી યુવતિ પરિણીત છે!

દુલ્હન

Last Updated on June 18, 2021 by Damini Patel

મહેસાણાના માણસામાં રહેતા અને સોની કામ કરતા યુવકે લગ્ન માટે ઓળખીતા મારફતે એક મહિલાનો સંપર્ક સાધ્યો હતો. બાદમાં આ મહિલા અને તેના સાગરીતોએ અઢી લાખ રૃપિયા લઈને યુવકના લગ્ન એક યુવતી સાાૃથે કરાવ્યા હતા. જોકે લગ્ન બાદ આણું કરવાને બહાને આરોપી યુવતીને લઈ ગયા હતા. બીજીતરફ યુવકે તપાસ કરતા યુવતીના અગાઉ લગ્ન થયેલા હોવાનું બહાર આવ્યું હતું. આથી તેણે ત્રણ મહિલા સહિત સાત શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્નની લાલચે કરી ઠગાઈ

મહેસાણાના માણસામાં રહેતા અલ્પેશ ભુપેન્દ્રભાઈ સોની(૩૮) માણસામાં સોની કામ કરે છે. તેમના પિતા તેના માટે કન્યા શોાધતા હતા પણ કન્યા ન મળતા તેમણે તેમના અંબાજીમાં રહેતા ઓળખીતા મુકેશભાઈ અગ્રવાલ મારફતે લક્ષ્મીબહેન ડાહ્યાભાઈ સિંધીનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે સોનલ પંચાલ નામની યુવતી સરકારી વસાહત દાસ્તાન સર્કલ નરોડા રહેતી હોવાનું કહીને અલ્પેશને છોકરી જોવા બોલાવ્યા હતા. જ્યાં બન્નેએ એકબીજાને પસંદ કરતા લગ્ન કરવાનુ નક્કી કર્યું હતું. બે દિવસ બાદ સોનલે તથા તેની સાથેની મહિલા લલીતાબહેનની પોતાની ભાભી તરીકે ઓળખાણ આપીને પોતાનું ઘર અલ્પેશને બતાવ્યું હતું. તેમની સાથે વિજય નામનો શખ્સ પણ હતો. બાદમાં અલ્પેશ તેમના સંબંધીઓ સાાૃથે એડવોકેટ શૈલેષ ડી. સોલંકીની ગોમતીપુરની ઓફિસે ગયા હતા. જ્યાં સોનલ સાથે લલીતાબહેન તેના ભાઈ તરીકેની ઓળખ આપનાર મહેશ પી.પંચાલ, લક્ષ્મીબહેન સિંધી, વિજય તથા લગ્ન કરાવનાર મહારાજ દશરથ જી.આર્ય હાજર હતા. શૈલેષની ઓફિસે અલ્પેશે અઢી લાખ રોકડા લલીતાબહેનને આપ્યા હતા. જ્યારે ૫૦ હજાર લક્ષ્મીબહેન સિંધીના ખાતામાં જમા કરાન્યા હતા.

પોલીસે ફરિયાદ નોંધી

લગ્ન બાદ સોનલ અલ્પેશના માણસાના ઘરે ગઈ હતી. જ્યાં ચાર દિવસ રોકાયા બાદ આણુ કરવાને બહાને લલીતાબહેન તેને લઈ ગયા હતા. જોકે તેઓ સોનલને મુકી ન જતા અલ્પેશે દાસ્તાન સર્કલના ઘરે જઈ તપાસ કરતા ઘર બંધ હતું. દરમિયાન રાંધેજા ખાતે રહેતા રજનીકાંતભાઈ અલ્પેશના ઘરે આવ્યા હતા અને સોનલે તમારી સાાૃથે લગ્ન કર્યા તેનું સર્ટીફિકેટ આપ્યું છે એમ પુછતા અલ્પેશે સોનલ સાાૃથે લગ્ન થયા છે પણ સર્ટિફિકેટ આપ્યું નથી, એમ કહ્યું હતું. આથી રજનીકાંતભાઈએ તેમના દિકરા ભાગ્યેશ સાથે સોનલના લગ્ન થયા હોવાનું તથા લગ્નનું પ્રમાણપત્ર બતાવ્યું હતું.આમ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા અલ્પેશે સોનલ પી.પંચાલ, લલીતાબહેન એન.પંચાલ, મહેશ પી.પંચાલ, લક્ષ્મીબહેન ડી.સિંધી, વિજય, દશરથ જી.આર્ય અને શૈલેષ ડી.સોલંકી વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.

Read Also

Related posts

‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ / પીએમ મોદીએ દેશને આપ્યો નવો મંત્ર, આ અનોખી પહેલમાં જોડાવા દેશવાસીઓને વડાપ્રધાનની હાકલ

Bansari

માઈક્રોસોફ્ટના વૈશ્વિક સરવેમાં ખૂલાસો, વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

Damini Patel

અમદાવાદમાં રોજના 50થી વધુ લોકો બની રહ્યાં છે ઇ-ચિટિંગનો ભોગ, ફરિયાદોને ઉકેલવા પોલીસ સ્ટાફનો અભાવ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!