GSTV
India News Trending

બ્રિક્સ બિઝનેસ ફોરમ / ભારતીય ડિજિટલ અર્થતંત્રનું મૂલ્ય 2025 સુધીમાં 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે

ભારતમાં અત્યારે જે પ્રકારનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે એવું વિશ્વમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. ભારતીય ડિજિટલ અર્થતંત્રનું મૂલ્ય 2025 સુધીમાં એક ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરી રહ્યું છે એટલું જ નહીં, તેમાં મોટા પાયે સુધારો પણ કરવામાં આવી રહ્યો છે તેમ વડાપ્રધાન મોદીએ બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા જણાવ્યું હતું.

અગ્નિપથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે નેશનલ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હાલમાં અમારી રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન હેઠળ $1.5 ટ્રિલિયનના રોકાણની તકો છે. મહામારી દરમિયાન ભારતે ઈઝ ઓફ ડૂઈંગના બિઝનેસ સુધારવા અનેક પ્રયાસો યથાવત રાખ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં ઈનોવેશન માટે વિશ્વની શ્રેષ્ઠ ઈકોસિસ્ટમ છે! ભારતીય સ્ટાર્ટઅપ્સની વધતી સંખ્યામાં આ સ્પષ્ટપણે દેખાય છે. હાલમાં દેશના 70 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સમાં 100થી વધુ યુનિકોર્ન છે. એટલું જ નહીં, તેમની સંખ્યા સતત વધી રહી છે. સરકારી નીતિઓ અને પ્રક્રિયાઓમાં વધુ પારદર્શિતા અને સુસંગતતા લાવવા માટે વ્યાપકપણે કામ કરવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ

Hardik Hingu

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!

GSTV Web Desk
GSTV