GSTV
Home » News » ટેરર ફંડિગ કેસ: લાંચ લેવાનાં આરોપમાં NIAનાં 3 અધિકારીઓ દોષિત, ગૃહ મંત્રાલયે કર્યા સસ્પેન્ડ

ટેરર ફંડિગ કેસ: લાંચ લેવાનાં આરોપમાં NIAનાં 3 અધિકારીઓ દોષિત, ગૃહ મંત્રાલયે કર્યા સસ્પેન્ડ

ટેરર ફંડિગમાં લાંચ લેવાના મામલે એનઆઈએના ત્રણ અધિકારીઓ પર કાર્યવાહી થઈ છે. ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસપી વિશાલ ગર્ગ, નિશાંત સિંહ અને મિથિલેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલાં મામલો સામે આવ્યાં બાદ એનઆઈએના ત્રણ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ ડીઆઈજી સ્તરના અધિકારીની કમિટીએ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ગૃહ મંત્રાલયે કરી છે. લાંચના મામલો સામે આવ્યાં બાદ મોટી કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં એનઆઈએના પટના બ્રાંચમાં તહેનાત ડીએસપી વિરૂદ્ધ પણ લાંચ લેવાની ફરિયાદ આવી છે, જેમાં ગૃહ મંત્રાલયે વિસ્તારથી તપાસ કરવાના એનઆઈએ ડીજીને પત્ર લખ્યો છે.

NIAનાં 3 અધિકારીઓ પર ગત મહિને આતંકિ ફન્ડિંગ કેસમાં લાંચ લેવાનો આરોપ લગાવાયો હતો. ખાસ વાત એ છે કે લાંચ લેનારા 3 અધિકારીઓમાંથી એક એનઆઇએનાં એસપી વિશાલ ગર્ગનું નામ પણ શામેલ છે. આ સાથે જ એક અધિકારી સમજૌતા બ્લાસ્ટ કેસની તપાસમાં પણ શામેલ છે.

READ ALSO

Related posts

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

હરિયાણાના તાઉ બનશે મનોહર લાલ ખટ્ટર, ઇનેલોના સૂપડાં થશે સાફ

pratik shah

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ મારશે મેદાન, ફડણવીસને સીએમ બનતાં શિવસેના પણ નહીં રોકી શકે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!