GSTV
Cricket Sports Trending

કેરિયરની અંતિમ મેચમાં તોફાની શતક ઠોકી બનાવી દીધો અનોખો રેકોર્ડ, કોચ બનીને બદલી નાંખી ઈંગ્લેન્ડની તકદીર

ક્રિકેટમાં ઘણાં ખેલાડીઓએ પોતાની આગવી છાપ છોડી છે. એમાંના એક એટલે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ તેની તોફાની બેટિંગ માટે પ્રખ્યાત હતા. આ તે બેટ્સમેન હતો જે બેટિંગ કરવા ઉભા હોય ત્યારે બોલરો ટેન્શનમાં રહેતા હતા. પોતાની બેટિંગથી આ ખેલાડીએ ન્યૂઝીલેન્ડને ઘણી મેચોમાં જીત અપાવી છે. મેક્કુલમે પોતાની તોફાની બેટિંગથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આજે કહેતાં 27મી સપ્ટેમ્બરે મેકકુલમનો જન્મદિવસ છે. તેનો જન્મ વર્ષ 1981માં ડ્યુનેડિનમાં થયો હતો. ન્યૂઝીલેન્ડનો આ દિગ્ગજ ખેલાડી હાલમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમને કોચિંગ આપી રહ્યો છે.

સ્ફોટક બેટ્સમેન એવા મેક્કુલમે ટી20 અને વન ડે મેચમાં ધમાકેદાર ઈનિંગ રમીને ઘણાં રેકોર્ડ પોતાના નામે કરેલા છે. ટેસ્ટ મેચમાં પણ પોતાની ધારદાર બેટિંગથી તોફાની રેકોર્ડ બનાવી દીધા છે. ટેસ્ટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ મેક્કુલમના નામે છે. મેક્કુલમે ક્રાઈસ્ટચર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે આ પરાક્રમ કર્યું હતું અને તે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હતી, આ પહેલા તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે તેની છેલ્લી મેચમાં પોતાની આક્રમક શૈલી બતાવીને રેકોર્ડ પણ બનાવ્યો હતો.

તોફાની સદી બાદ પણ ન મળી જીત

ટેસ્ટમાં સૌથી ઝડપી સદી મેક્કુલમના નામે છે અને તેણે 54 બોલમાં આ સદી બનાવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ આપી હતી. પરંતુ કિવી ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી. કિવી ટીમે માત્ર 74 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મેકકુલમે ત્યારપછી પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના પોતાના ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી અને 54 બોલમાં સદી ફટકારી પોતાના નામે રેકોર્ડ બનાવી દીધો હતો. જે હજુ પણ અકબંધ છે. મેક્કુલમે આ મેચમાં 79 બોલમાં 145 રન બનાવ્યા જેમાં 21 ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. કોરી એન્ડરસને તેનો સાથ આપ્યો અને 179 રનની ભાગીદારી કરી. જોકે, ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતી લીધી હતી અને ન્યુઝીલેન્ડને સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

મેક્કુલમ હાલમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો કોચ છે. તેણે કોચિંગ આપવાનું ચાલુ કર્યા બાદ ઈંગ્લેન્ડે ટેસ્ટમાં શાનદાર રમત બતાવી છે. તેના આગમન પછીથી ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં સાત ટેસ્ટ મેચ રમી ચુક્યું છે, જેમાં તેણે માત્ર એક જ હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બાકીની મેચ જીતવામાં સફળતા મળી છે. મેક્કુલમ ટીમ ઈંગ્લેન્ડ સાથે જોડાયા પહેલા સતત હારનો સામનો કરી રહી હતી.

આવી રહી છે કારકિર્દી

મેક્કુલમની કારકિર્દી પર નજર કરીએ તો તેણે પોતાના દેશ માટે 101 ટેસ્ટ મેચ રમતા 38.54ની એવરેજથી 6453 રન બનાવ્યા હતા. તેના નામે ટેસ્ટમાં 12 સદી અને 31 અડધી સદી છે. વન ડે કારકિર્દીની વાત કરીએ તો મેક્કુલમે ન્યુઝીલેન્ડ માટે 260 મેચ રમતાં 30.41ની એવરેજથી 6083 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં પાંચ સદી અને 32 અડધી સદીનો સમાવેશ થાય છે. મેક્કુલમે 71 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમતાં 2140 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં 2 સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu

વિશ્વના આ પાંચ દેશમાં કોઈ એરપોર્ટ નથી! બીજા દેશમાં કેવી રીતે જાય છે અહીંના લોકો, જાણો

Akib Chhipa
GSTV