GSTV
Home » News » ધોની ‘શેર’ છે તો ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી છે ‘સવાશેર’, Video જોઇ તમે પણ કરશો સલામ

ધોની ‘શેર’ છે તો ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી છે ‘સવાશેર’, Video જોઇ તમે પણ કરશો સલામ

ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય મેળવ્યાં બાદ હવે ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડની ધરતી પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. અહીં ટીમ ઇન્ડિયા 5 વન ડે અને 3 ટી 20 મેચોની શ્રેણી રમવાની છે. બુધવારે વન ડે શ્રેણીની પહેલી મેચ રમાશે. ટીમ ઇન્ડિયાના ચાહકો ફરી એકવાર ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે,  તેમાં પણ ખાસ કરીને એમ.એસ. ધોની પાસે દર્શકોને ઘણી આશા છે જેમણે પોતાની આક્રમક બેટિંગથી ટીકાકારોના મોઢા બંધ કરી દીધા હતા. 37 વર્ષીય ધોનીએ માત્ર ધમાકેદાર બેટિંગ જ કરી ન હતી, પણ તેણએ તેની ફિટનેસ પણ સાબિત કરી છે કે તે ફક્ત 2019 ના વર્લ્ડકપમાં જ નહી પરંતુ તે પછી પણ રમી શકશે. જો કે, ધોનીની જેમ, બીજો 37 વર્ષનો ખેલાડી પણ છે, જે પોતાની ફિટનેસ સાથે ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. અમે ન્યૂઝિલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેકકુલમ વિશે વાત કરી રહ્યા છીએ, જેમની ફિલ્ડિંગ જોઇ તમારી આંખો પહોળી થઇ જશે.


બિગ બેશ લીગ (બીબીએલ)માં રમાયેલી એક મેચમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેંડન મેકુલમે શાનદાર ફીલ્ડીંગ કરી. તેણે સિક્સ માટે જઇ રહેલા બોલને મેદાનની અંદર જ રોકી લીધો. જો કે તે કેચ તો ન કરી શક્યો પરંતુ તેણે સિક્સર પણ ન વાગવા દીધી. આ શૉટ સીડની થંડર્સના બેટ્સમેન જેમ્સ વિન્સે 17મી ઓવરમાં મુજીબ-ઉર-રહેમાનના બોલ પર ફટકારી હતી.

રવિવારે એસસીજીમાં સિજની થંડર્સ અને બ્રિસબેન હીટ વચ્ચે મેચ રમાઇ હતી. સીડનીએ પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બ્રિસબેનની સમગ્ર ટીમ 18.1 ઓવરમાં ફક્ત 98 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

સિડનીએ આ મેચ 79 રનથી જીતી લીધી. મેચમાં સીડનીના જેમ્સ વિન્સે 75 રનનીઇનિંગ રમી જ્યારે બ્રિસબેન તરફથી મેકુલમે 27 રન બનાવ્યા.

કીવી ખેલાડી બ્રેંડન મેકુલમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ત્રણ વર્ષ પહેલાં જ સન્યાસ લઇ ચુક્યાં છે. હવે મેકુલમ ટી-20 લીગ ક્રિકેટ રમે છે. તે હાલ બિગ બેશ લીગમાં વ્યસ્ત છે.

Read Also

Related posts

મામા-ભાણિયા વિખવાદ- ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્મા શોમાં આવતાં જ કૃષ્ણા થયો ગાયબ

NIsha Patel

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ગણાતી હતી સંસ્કારી ગૃહિણી

Arohi

IRCTCના શેર ખરીદનારા લાખો લોકો થયાં માલામાલ, એક જ દિવસમાં મળ્યો 100 ટકાથી વધુ નફો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!