GSTV

ચેતજો/ નશીલા પદાર્થોનું સેવન વધારી શકે છે કોવિડ-19 બ્રેકથ્રુ સંક્રમણનું જોખમ, રિસર્ચમાં થયો આ ચોંકાવનારો ખુલાસો

નશીલા

Last Updated on October 14, 2021 by Bansari

Breakthrough Infection: જો તમે તમાકુ અથવા ગાંજાનું વારંવાર સેવન કરો છો, જો તમને આલ્કોહોલ અથવા ડ્રગનું વ્યસન છે, તો તમને ‘બ્રેકથ્રુ’ ઇન્ફેક્શન અથવા સંપૂર્ણ રસીકરણ હોવા છતાં કોરોના વાયરસ સંક્રમિત થવાનું જોખમ વધારે છે. આ ખુલાસો વર્લ્ડ સાઇકિયાટ્રીમાં પ્રકાશિત થયેલા સંશોધનમાંથી થયો છે. સંશોધકોએ 580,000 લોકોનું વિશ્લેષણ કર્યા પછી તારણ કાઢ્યું હતું જેમણે યુ.એસ.માં રસીના બંને ડોઝ લીધા હતા.

નશીલા

નશો વધારી શકે છે કોવિડ -19 નું બ્રેકથ્રુ ઇન્ફેક્શન

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડ્રગ અબ્યુઝ ડિસઓર્ડર (Drug Abuse Disorder) એટલે કે નશીલા પદાર્થની લત વાળાને કોવિડ -19 રસીના બંને ડોઝનો ઉપયોગ કર્યા પછી પણ કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ વધારે છે. ડ્રગ એબ્યુશન ડિસઓર્ડર જેને ડ્રગ એડિક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક પ્રકારનો ડિસઓર્ડર છે એટલે કે ગાંજા, આલ્કોહોલ, કોકેન, માદક પદાર્થો અને તમાકુ પર નિર્ભરતા રહે છે.

નશીલા પદાર્થની લત વેક્સીનની અસર ઓછી કરે છે

સંશોધકોનું કહેવું છે કે મારિજુઆના, આલ્કોહોલ, કોકેન, ડ્રગ્સ અને તમાકુના વધુ પડતા ઉપયોગથી ડ્રગના વ્યસનીઓમાં રસીની અસર ઓછી થઈ શકે છે. તેમણે લખ્યું, “વ્યસનીઓને કોવિડ -19 ચેપ અને ચેપના પ્રતિકૂળ પરિણામોનું જોખમ વધારે છે. જોકે રસી કોવિડ -19 સામે અત્યંત અસરકારક છે, વ્યસનીઓમાં રસીની અસર નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે ઓછી થઇ શકે છે.”

નશીલા

સંશોધન દર્શાવે છે કે નશો ન કરનારા 3.6 ટકા લોકો બ્રેકથ્રુ સંક્રમણથી પ્રભાવિત થયેલા જ્યારે તેનાથી વિપરિત નશાની લત વાળા 7 ટકા લોકો બ્રેકથ્રુ ઇન્ફેક્શનથી પ્રભાવિત થયા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે મરિજુઆનાનું સેવન કરતા લોકો સૌથી વધુ જોખમમાં હતા, એટલે કે 7.8 ટકામાં બ્રેકથ્રુ સંક્રમણ જોવા મળ્યુ. બીજા નંબરે, કોકેનનો ઉપયોગ કરનારા 7.7 ટકા લોકો સામેલ હતા અને 7.2 ટકા લોકો જેમણે આલ્કોહોલનો ઉપયોગ કર્યો હતો, તેઓને બ્રેકથ્રુ સંક્રમણ થયુ.

મરિજુઆનાના સમર્થકોએ જણાવ્યું હતું કે સંશોધનોમાં જોવા મળ્યું નથી કે બ્રેકથ્રુના કેસો પાછળ મરિજુઆના કારણ હોઈ શકે છે. નોંધપાત્ર રીતે, સંશોધનના પરિણામો એવા સમયે આવ્યા છે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ -19 રસીની ત્રીજી ડોઝ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઉપયોગ કરવાની ભલામણ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાતોની પેનલ 11 નવેમ્બરે યોજાનારી બેઠકમાં બુસ્ટર ડોઝ પર વૈશ્વિક ડેટાની સમીક્ષા કરવા જઇ રહી છે.

Read Also

Related posts

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!