GSTV
Gujarat Government Advertisement

નવો નિયમ: જો હવે વારંવાર ટ્રાફિક નિયમ તોડશો, તો સરકાર આ જગ્યાએ નાખી દેશે તમારૂ નામ, સરેઆમ થશે બેઈજ્જતી

Last Updated on April 4, 2021 by Pravin Makwana

ટ્રાફિક નિયમો જો હવે તોડશો, તો આવી બનશે. સરકાર બનાવી રહી છે કડક કાયદાઓ. ત્યારે હવે સરકારે વધુ એક્શન લેવાની તૈયારી બનાવી લીધી છે. પરિવહન વિભાગે નવા નિયમ મુજબ જો કોઈ વાહન ચાલક વારંવાર ટ્રાફિક નિયમો ભંગ કરતો હશે, તો રાજ્ય પરિવહન વિભાગ તેનું નામ સરકારી વેબસાઈટ પર નાખી દેશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સંશોધિત કેન્દ્રીય મોટર વાહન નિયમોાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ નવા નિયમ મુજબ નશામાં ગાડી ચલાવવી, ઝડપી વાહન ચલાવું, ખતરનાક ડ્રાઈવીંગ કરવુ અને હેલ્મેટ નહીં પહેરવા પર આકરા પગલા લઈ શકે છે.

નવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જરૂરી છે. તેના માટે હવે પરિવહન વિભાગ વેબસાઈટ પર નેમ એન્ડ સેમનામથી એક અલગ કોલમ પણ ચાલુ કરશે. જ્યાં એવા લોકોના નામ નાખવામાં આવશે, જે વારંવાર ટ્રાફિક નિયમોની ધજિજ્યા ઉડાવતા હોય છે. આવા લોકો ફક્ત પોતાનો જ નહીં, અન્ય લોકોના જીવ પણ ખતરામાં નાખતા હોય છે.

ડ્રાઈવિંગ લાયસન્સ કરી નાખશે રદ

જો કે, આવા લોકોના નામ ત્યારે જ પોર્ટલ પર નાખવામાં આવશે, જ્યારે તેમનું ડીએલ યોગ્ય ન હોવાના કારણે એક મહિનામાં તે સંબંધિત કોઈ અપીલ કરી ન હોય. જો ચાલક એક મહિનામાં લાયસન્સ માટે કોઈ અપીલ કરતા નથી, તો તેમનું તેમનું ડ્રાઈવીંગ લાયસન્સ રદ કરી દેવામાં આવશે. પરિવહન વિભાગના પોર્ટલ પર જે પમ વાહન ચાલકનું નામ નાખવામા આવશે, તેની પ્રિન્ટ લઈ શકાશે અને આગલ શેર પણ કરી શકાશે.

ટ્રાફિક નિયમો તોડશો તો કરવુ પડશે સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ


નવા નિયમ નવેમ્બર 2021થી લાગૂ થઈ જશે. નિયમ મુજબ જો આપની પાસે પહેલાથી ડ્રાઈવિંગ લાયસન્સ છે અને આપ ટ્રાફિક નિયમો તોડશો તો આપને સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ પાસ કરવાનો રહેશે. આપને આ રિફ્રેશર કોર્સ પુરો કરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવશે. આ કોર્સ પુરો કરવા માટે આધાર કાર્ડ સાથે ડ્રાઈવીંગ લાયસન્સને પણ જોડવામાં આવશે. જેથી ડ્રાઈવીંગને ટ્રેક કરી શકાય.

કેન્દ્રીય રોડ પરિવહન વિભાગ સેફ ડ્રાઈવિંગ માટે કડક નિયમો બનાવી રહ્યુ છે. જે અંતર્ગત હેલ્મેટ વગર અને પોલીસથી મળીને ટોલ ક્રોસ કરતા વાહન ચાલકોને ચિન્હીત કરવા માટે મંત્રાલય એક સિસ્ટમ શરૂ કરવાનું છે. તેમાં હેલ્મેટ વગર બાઈક સવારોના ફૂટેઝ શેર કરવામાં આવશે અને તેમને દંડ પણ લગાવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનો કહેર/ સ્મશાનો ફૂલ તો કોલોનીમાં કરાયા અગ્નિસંસ્કાર, વીડિયો વાયરલ થતાં બેસાડી તપાસ

Harshad Patel

કામની વાત/ લૉકડાઉનમાં શરૂ કરો આ બિઝનેસ, અત્યારે છે શાનદાર સ્કોપ અને બંપર કમાણીનો મોકો

Bansari

ઉપયોગી / વર્ક ફ્રોમ હોમ માટે બેસ્ટ છે આ 5 એપ્લિકેશન, જે તમારી પ્રોડક્ટિવિટી વધારવામાં કરશે મદદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!