GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

LRD પેપર લીકનો મુખ્ય આરોપી ઝડપાયો, પેપર ફોડવાની લેતો હતો આટલી મોટી રકમ

લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડને કેટલાય દિવસ વીતિ ગયા છે. ત્યારે હવે છેક આ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો છે. આ કેસનો મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુર છે. અને વીરેન્દ્ર માથુરની એટીએસ ધરપકડ કરીને આ આખાયે કૌભાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે.

તપાસમાં સામે આવ્યુ છે કે વીરેન્દ્ર માથુર માત્ર એલઆરડી પેપરલીક કૌભાંડ જ નહીં પરંતુ અન્ય રાજયોના પેપરલીક કૌભાંડમાં પણ સંડોવાયેલો છે. ત્યારે તપાસમાં સામે આવ્યુ છે કે વિરેન્દ્ર પેપર લીક કરવા માટે 1 કરોડ રૂપિયા લેતો હતો. એટલું જ નહીં તપાસમાં બહાર આવ્યુ છે કે વિરેન્દ્ર માથુરે બે લોકોને 2 દિવસ પહેલા જ પેપર સોલ્વ કરવા આપ્યુ હતું.

ત્રણ મહીના પહેલા જ્યારે શિવાનંદ ઝાએ પેપર લીક મામલે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે માહિતિ આપી હતી કે, વિરેન્દ્ર માથુર એક દાયકાથી પેપર લીક સિન્ડિકેટમાં જોડાયેલો છે. તેણે ગુજરાતના સંપર્કોનો ઉપયોગ કરીને આ પેપર ગુજરાતના એજન્ટોનો સંપર્ક કરી ઉમેદવારો સુધી લીન્ક ગોઠવી ઉમેદવારોને ફ્લાઇટ અને સ્પેશિયલ વાહનમાં દિલ્હી લઇ જવામાં આવ્યા અને પછી પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતાં. જ્યાં ગુજરાત પોલિસનું પેપર છપાયું હતું ત્યાં હરિયાણાનું પેપર પણ છપાયું હતું. રાજ્યના નવ લાખ ઉમેદવારો જે પરીક્ષા આપવાના હતાં.

તે પેપર જ્યાં પ્રિન્ટ થવાનું હતું ત્યાં સીસીટીવી પણ ન હતાં. પોલિસે અત્યાર સુધીમાં વિનય અરોરા, મહાદેવ દત્તાત્રેય અને વિનોદ રાઠોડની ધરપકડ કરી હતી. પરંતુ મુખ્ય સુત્રધાર વિનોદ છિકારા અને વિરેન્દ્ર માથુર પોલિસ પકડ બહાર હતાં. હવે આજે વિરેન્દ્ર માથુરની ધરપકડ થતાં એલઆરડી કાંડના વધુ રહસ્યો બહાર આવશે. આ કેસમાં અગાઇ રૂપલ શર્મા, પી.વી. પટેલ, મુકેશ ચૌધરી, મનહર પટેલ, યશપાલસિંહ સોલંકી, સુરેશ પંડ્યા, નિલેશ ચૌહાણ, અશ્વિન પરમાર, ઇન્દ્રવદન પરમાર મળીને કુલ 30 આરોપીઓની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

ભાજપ સામે હાર્દિક પટેલ મોટો પડકાર, હાર્દિકની સામે કોંગ્રેસ એક પડકાર

Pravin Makwana

પોતાની બહેન સાથે બનેલી એ ઘટના હાર્દિકને આંદોલન તરફ ખેંચી ગઈ, જાણો વિદ્યાર્થી સંઘના મહાસચિવથી કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર

Nilesh Jethva

ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કન્વીનરના જન્મદિવસની પાર્ટીમાં દારૂની છોળો ઉડી હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!