GSTV
Health & Fitness Life Trending

આજ નાસ્તે મેં ક્યા હૈ? / ઓઈલી ફૂડથી કંટાળ્યા છો, તો પછી ટ્રાય કરો આ નટ્સ, આરોગ્યમાં થશે અનેક ફાયદા

લોકોની આરોગ્ય અંગે જાગૃતિ વધતી જાય છે અને તેના પરિણામે તૈલી-ઓઈલી ખોરાક ઓછો કકવાનું લોકો વલણ અપનાવી રહ્યા છે. ડોક્ટર પાસે દવા લેવા જવાનું થાય તો પણ પહેલી સલાહ એ મળે કે તેલવાળો ખોરાક ખાશો નહીં. તેની સામે મજબૂત વિકલ્પ તરીકે ભારતમાં લોકો કેલિફોર્યિનાથી આવતા પિસ્તા (કેલિફોર્નિયા પિસ્તાચિઓસ) પસંદ કરતા થયા છે. જે લોકો આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ શોધી રહ્યા છે, તેવા ભારતીયો માટે કેલિફોર્નિયા પિસ્તાચિઓસએ શ્રેષ્ઠ વિકલ્પ છે.

નટ્સને પહેલાથી જ ‘ડાયાબિટીસ સુપરફૂડ’ માનવામાં આવ્યા

અમેરિકન ડાયાબિટિસ એસોશિયેશન અનુસાર, નટ્સને પહેલાથી જ ‘ડાયાબિટીસ સુપરફૂડ’ માનવામાં આવ્યા છે. કેલિફોર્નિયા પિસ્તાચિઓસમાં કન્ટેન્ટની રીતે જોઈએ તો, પ્રતિ 28 ગ્રામમાં 6 ગ્રામ પ્રોટીન છે અને તે ફાયબરનો સારો સ્ત્રોત બની રહ્યું છે. તેમાં મેગ્નેસિયમ જેવા ઘણા પોષક તત્વો પણ છે. કેલિફોર્નિયા પિસ્તાચિઓસએ માતાઓ માટે નાસ્તાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આપણે હવે જ્યારે આરોગ્યપ્રદ, છોડ આધારીત તથા વિગન ખોરાકના વિકલ્પ તરફ વળી રહ્યા છીએ, તેના લીધે પિસ્તાચિઓસને એક સામાન્ય નાસ્તાના વિકલ્પ તરીકે પસંદ કરવામાં વધારો થયો છે.

આરોગ્યમાં લાભ

  • બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખે
  • વજન વધતું અટકે
  • પેટના રોગોમાં રાહત આપે
  • એન્ટિ ઓક્સિડન્ટ તરીકે કામ આપે
  • પ્રોટીનનું ઊંચુ પ્રમાણ
  • લોહીની નળીઓ જામ થતી અટકાવે
પિસ્તા

બે ભોજનની વચ્ચે લેવાતો નાસ્તોએ ભોજન સમયે આપણને વધુ ખાવાથી બચાવે

જાણીતા ડાયેટિશિયન કવિતા દેવગન કહે છે કે, ઘણી વખત તો આપણે એવા નાસ્તા ખાઈએ છીએ જે લાંબાગાળે આપણા આરોગ્યને નુક્શાન કરે છે. આ અસર 35 અને તેનાથી વધું ઉમરના લોકોમાં વધું જોવા મળે છે. લોકો સમયની અછત અને જાગૃતતાના અભાવે બીનઆરોગ્યપ્રદ નાસ્તા ખાઈ લે છે. નાસ્તા કરવા એ ખરાબ આદત નથી, હકિકત તો એ છે કે, બે ભોજનની વચ્ચે લેવાતો નાસ્તોએ ભોજન સમયે આપણને વધુ ખાવાથી બચાવે છે. પણ આ નાસ્તા પોષણક્ષમ હોવા જોઈએ. કેલિફોર્નિયા પિસ્તાચિઓસને એક નાસ્તાના વિકલ્પ તરીકે પસંદ કરવો એ વધુ ખાંડ અને તળેલી વાનગીઓના નાસ્તાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કેમકે તેમાં કાર્બોડાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફેટનું યોગ્ય મિશ્રણ છે.

કેલિફોર્નિયા પિસ્તાએ સ્વાદ અને પોષણનું સંયોજન

નવી પેઢી ડાયેટની સમજણ આપીને તેની માતાઓની મદદ કરી શકે છે, તેમને સમોસા જેવા તૈલીય નાસ્તાઓથી બચાવીને તેમને કેલિફોર્નિયા પિસ્તાચિઓ તરફ વાળી શકે છે. કેલિફોર્નિયા પિસ્તાએ સ્વાદ અને પોષણનું સંયોજન છે. તે શ્રેષ્ઠ પોષણ આપે છે. પિસ્તાના એક વખતના સર્વ (એટલે કે 28 ગ્રામ)માં લગભગ 49 પિસ્તા આવે છે, જ્યારે એટલા ગ્રામમાં 23 બદામ અને 18 કાજુ આવે છે, તેનો અર્થ એવો છે કે, એક વખતની બદામ અ કાજુની તુલનામાં બેગણા કરતા પણ વધુ પિસ્તા મળી શકે છે. ઉપરાંત સમગ્ર વર્ષ સરળતાથી મળતા હોવાથી પિસ્તાએ નાસ્તાનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને તેથી જ નવી પેઢી અને તેની માતાઓમાં આ નાસ્તા તરીકે પસંદગી પામી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV