GSTV
Health & Fitness Life Trending

Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ

આજકાલની ઝડપી, ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં પાચનતંત્રને સ્વસ્થ રાખવું એ એક અઘરું કામ હોઈ શકે છે. એવા અનેક કારકો છે જે પાચનને પ્રભાવિત કરે છે જેમાં ડાયેટ, ફિટનેસ, નિદ્રા ચક્ર(Sleeping Cycle) અને બીજી પણ ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. આપણા પેટ, પાચન અને આંતરડાને સ્વસ્થ રાખવા માટે આપણે ઘણીવાર ફેન્સી ડાયેટ અપનાવીએ છીએ અને ઘણી બધી વસ્તુઓ ખાઈએ છીએ. જોકે હેલ્થી પાચન તંત્ર માટે કેટલાક સરળ ફળો પણ આપણી આસપાસ ઉપલબ્ધ છે જેને આપણા આહારમાં (ડાયેટ)માં સામેલ કરી શકાય છે. તમારા નાસ્તામાં આ સ્વાદિષ્ટ ફળોનો સમાવેશ કરીને તમે તમારા પાચનને મજબૂત બનાવી શકો છો. તો ચાલો આ 5 ફળો વિશે વિગતવાર જાણીએ.

બેસ્ટ ડાયજેશન માટે બ્રેકફાસ્ટના બેસ્ટ 5 ફળો

1. પપૈયું

દિવસનું પહેલું ભોજન સૌથી જરૂરી હોય છે. પપૈયુ હેલ્થી આંતરડા માટે દિવસની શરૂઆત કરવા માટે એકદમ યોગ્ય ફળ છે. તમારા દિવસની શરૂઆત પપૈયાથી કરવાથી આખો દિવસ પાચન ક્રિયાને વેગ મળે છે કારણ કે તેમાં પાપેન નામનું એક પાચક એન્જાઈમ હોય છે.

2. સફરજન

સફરજન વિટામીન A અને Cથી ભરપૂર હોય છે અને તેમાં અનેક ખનિજો અને પોટેશિયમ પણ હોય છે. તે કબજિયાતની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરે છે. સફરજન ફાઈબરથી ભરપૂર હોવાના કારણે પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે.

3. કાકડી

કાકડીમાં ઈરેપ્સિન નામનું એક એન્ઝાઈમ હોય છે જે યોગ્ય પાચનમાં મદદ કરે છે. આ સાદા ખોરાકની ચમત્કારી અસરો અનેક ગણી છે. જેમ કે તે પેટની એસિડિટી, ગેસ્ટ્રાઈટિસ અને પેપ્ટિક અલ્સરથી રાહત આપે છે.

4. કેળા

કેળાના પાચન માટેના ફાયદા બધા જ જાણે છે. તેમાં રહેલા હાઈ ફાઈબરને કારણે તે સારા મળ ત્યાગ માટે પણ જાણીતા છે. કેળા તમારા નાસ્તા માટે એક ઉત્તમ ફાઈબરયુક્ત ફળ છે.

5. મધ-લીંબુ

ગરમ પાણી સાથે મધ અને લીંબુ પાચન અને રોગ પ્રતિકારક શક્તિ બંનેને સુધારવા માટે જાણીતા છે. સવારે ખાલી પેટ તેને ખાવાથી તમારા મેટાબોલિઝમને વેગ મળે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

Related posts

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Hardik Hingu

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu
GSTV