GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

Breakup બાદ પણ કરવા માંગો છો પાર્ટનર સાથે Patch up? આ Tips આવશે ખૂબ કામ

Breakup

જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડી જઈએ છીએ ત્યારે જાણે આખું વિશ્વ ખૂબ સુંદર લાગે છે. પરંતુ દરેક સંબંધોમાં ઉતાર-ચડાવ આવે છે. તો ક્યારેક સંબંધ તૂટી પણ જાય છે. આ સમય કોઈપણ માટે ખૂબ જ મુશ્કેલ છે. બ્રેકઅપ (Breakup)પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ તેમના જીવનસાથી વિના જીવી શકતા નથી. કેમ કે કોઈની સાથે કોઈ સંબંધમાં રહીને ખાટા મીઠા પળો જ્યારે બ્રેકઅપ બાદ ફક્ત યાદમાં જ રહી જાય છે ત્યારે દુઃખ થાય છે. પરંતુ આ બાધુ થઈ ગયા બાદ પણ તમે તમારા પાર્ટનરને જીવનમાં પાછો મેળવવા માગો છો તો અથવા તમારા બ્રેકઅપને પેચઅપમાં ફેરવવા માંગો છો? તો તેના માટે આ રીત અપનાવી જુઓ.

ખરેખર તેને પ્રેમ કર્યો હતો?

જો તમારૂ બ્રેકઅપ થયું છે અને તમે ફરીથી તમારો એક્સ સાથે પેચઅપ કરવા માંગો છો. તો સૌ પ્રથમ, તમારા સંબંધો કેમ તૂટી ગયા તે વિશે યોગ્ય રીતે વિચારો. માત્ર લાગણીઓમાં જઇને નિર્ણય ન લો, શું તમે નોંધ્યું છે કે તમે ખરેખર પેચએપ કરવા માંગો છો? શું તમે ફરીથી તે સંબંધમાં પાછા ફરી શકો અને તમે પહેલા જેટલા ખુશ થઈ શકો? તમે ખરેખર તેને પ્રેમ કર્યો હતો? અથવા કોઈ અટ્રાકશ્નના  કારણે તમે બંને એક સાથે હતા. આ બધી બાબતો વિશે સારી રીતે વિચાર કર્યા પછી પણ, તમને અનુભવ થાય છે કે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી જોડાઈ શકો તો જ આગળ વધો.

બંનેને થોડો સમય આપો

જો તમે તાજેતરમાં જ બ્રેકઅપ કર્યું છે તો દેખીતી રીતે તમે ખૂબ જ દુઃખી હશો. પરંતુ ઉતાવળ કરવી સારી નથી. કારણ કે કેટલીકવાર સંબંધોમાં અંતર પણ શક્તિનું કારણ બની જાય છે. જીવનસાથી તમારો અભાવ અનુભવે છે. તમે અને તમારા જીવનસાથી બંનેને થોડો સમય આપો. કારણ કે જ્યારે સંબંધ તૂટે છે ત્યારે મનમાં થોડી કડવાશ આવે છે. થોડો સમય આપો, તેમનો ગુસ્સો પણ શાંત થઈ જશે અને ત્યાં સુધીમાં મનની કડવાશ પણ દૂર થઈ જશે.

Breakup

Breakup બાદ બ્લોક કર્યા?

મોટાભાગના લોકો બ્રેકઅપ પછી એક બીજાને બ્લોક કરી દે છે. એવામાં સાથી સુધી તમારી વાત પહોંચાડવા માટે સારા મિત્રની મદદ લેવી કારણ કે કોઈ અન્ય વ્યક્તિ તમને એટલો નથી સમજી શકતો જેટલો એક મિત્ર સમજે છે. પરંતુ આ મુદ્દાને કોઈ તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે જ શેર કરો. તે તમારા સંબંધોને સમજે છે નહીં તો અમુક એવા પણ લોકો હોય છે જે વાતને સુધારવાની જગ્યા પર બગાડતા હોય છે.

તમારી ફિલિંગ્સ ને સમજો

મોટે ભાગે એવું બને છે કે બ્રેકઅપ પછી, લોકો તેમના જીવનસાથીને ખરાબ કહેવાનું શરૂ કરે છે અને સોશિયલ મીડિયા પર તેમના વિશે સીધી વાતો કરે છે પરંતુ તમે ફરીથી પેચ કરવા માંગતા હોવ કે નહીં પરંતુ જ્યારે તમે કોઈની સાથે આટલો સમય પસાર કર્યો હોય ત્યારે તમે તેના વિશે ખરાબ બોલો છો, તો તે તમે ગુસ્સામાં બોલી રહ્યા છો અથવા તો છો તેના માટે મનમાં રહી ગયેલી કડવાસના કારણે. પરંતુ પાછળથી તમને તેનો પસ્તાવો થાય છે. પરંતુ ત્યાં સુધીમાં પેચઅપના તમામ રસ્તા બંધ થઈ જાય છે.

Breakup

સોશિયલ મીડિયા એ પ્રેમ પત્રનું સ્થાન લઈ લીધું છે

આજકાલ, સોશિયલ મીડિયા એ પ્રેમ પત્રનું સ્થાન લઈ લીધું છે. જો તમારા સાથીએ બ્રેકઅપ પછી પણ તમને બ્લોક કર્યા નથી, તો તે ખૂબ જ સારી બાબત છે. તમે તમારા જીવનસાથીને પ્રેમાળ સંદેશા આપી શકો છો અને તેને અનુભૂતિ કરાવી શકો છો કે તે તમારા માટે તે કેટલો મહત્વપૂર્ણ છે. તમે તમારી ભૂલ માટે માફી પણ માંગી શકો છો કારણ કે ઘણા સંબંધો ફક્ત અહંકાર બતાવવા અથવા માફી ના માંગવાના કારણે તૂટી જાય છે.

Read Also

Related posts

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!