GSTV
Home » News » તહેવારો બાદ ઑટો માર્કેટમાં ધબડકો, આ કંપનીઓના વાહનોનું વેચાણ ધડાધડ ઘટ્યુ

તહેવારો બાદ ઑટો માર્કેટમાં ધબડકો, આ કંપનીઓના વાહનોનું વેચાણ ધડાધડ ઘટ્યુ

આર્થિક મંદી વચ્ચે ઓટો સેક્ટરની સ્થિતિમાં પણ સુધારાના કોઈ સંકેત જોવા નથી મળી રહ્યા. નવેમ્બરમાં મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વાહનોના કુલ વેચાણમાં ઘટાડો જોવા મળ્યો. ટાટા મોટર્સના વાહનોનું કુલ વેચાણ નવેમ્બર મહિનામાં 25.32 ટકા ઘટીને 41,123 એકમ પર આવી ગયું.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)નું કુલ વેચાણ નવેમ્બરમાં 9 ટકા ઘટીને 41,235 એકમ પર આવી ગયું. એક વર્ષ પહેલા આ જ મહિનામાં કંપનીએ 45,101 એકમોનું વેચાણ કર્યું હતું. કાર નિર્માતા દેશની સૌથી મોટી કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાનું વેચાણ નવેમ્બર મહિનામાં 1.9 ટકા ઘટીને 1,50,630 એકમ પર આ ગયું. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, ગયા વર્ષે નવેમ્બરમાં તેણે 1,55,539 એકમોનું વેચાણ કર્યું હતું.

ટાટા મોટર્સ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં 55,074 એકમોનું વેચાણ છયું હતું. આ દરમિયાન ટાટા મોટર્સનું સ્થાનિક વેચાણ ગયા વર્ષના 50,470 એકમોની તુલનાએ 25 ટકા ઘટીને 38,057 એકમ પર આવી ગયું છે. કંપનીના પેસેન્જર વ્હીકલનું વેચાણ પણ 39 ટકા ઘટીને આ વર્ષે નવેમ્બરમાં 10,400 એકમ પર આવી ગયું છે. ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીએ 16,982 પેસેન્જર વ્હીકલનું વેચાણ કર્યું હતું.

land rover sale

ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ પણ ગયા વર્ષના 37,957 એકમોથી 19 ટકા ઘટીને 30,588 એકમ પર આ ગયું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેર બજારને જણાવ્યું કે, સ્થાનિક માર્કેટમાં તેનું વેચાણ નવેમ્બર 2018માં 41,564 એકમથી 7 ટકા નીચે આવીને નવેમ્બર 2019માં 38,614 એકમ પર આવી ગયું. કંપનીના પેસેન્જર વ્હીકલનું વેચાણ 12 ટકા ઘટીને 17,384 એકમ રહ્યું. નવેમ્બર 2018માં આ આંકડો 19,673 એકમ હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વાહન વિભાગના સેલ્સ એન્ડ માર્કેટિંગ પ્રમુખ વિજય રામ નકરાએ કહ્યું કે, તહેવારની સિઝન પછીનો મહિનો (નવેમ્બર) વાહન ઉદ્યોગ માટે સારો નથી રહ્યો. મહિન્દ્રાનું કુલ ટ્રેક્ટર વેચાણ પણ નવેમ્બર 2019માં ઘટીને 21,032 એકમ રહ્યું. એખ વર્ષ પહેલા આ મહિને તેણે 25,949 ટ્રેક્ટરનું વેચાણ કર્યું હતું.

વાહનોના વેચાણમાં ઘટાડા વચ્ચે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ એકમાત્ર એ કંપની રહી જેનું વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ છે. નવેમ્બર મહિનામાં કંપનીનું તુલ વેચાણ 7.2 ટકા વધીને 60,500 એકમ રહ્યું. એક વર્ષ પહેલા આ મહિને તેના 56,411 વાહનોનું વેચાણ થયું હતું.

Read Also

Related posts

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!