ભારતીય ઘરોમાં કચોરી અલગ અલગ રીતે ખાવામાં આવે છે. ક્યાંક ચા સાથે તો ક્યાંક શાકભાજી સાથે તો અમુક ઘરોમાં નાસ્તા તરીકે ખાવામાં આવે છે. સ્ટ્રીટ ફૂડમાં પણ તમને કચોરી જોવા મળે છે. લોકો આ કચોરીને ખૂબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરે છે. હવે કચોરીની વાત થાય તો તમને તેમાં ઘણા વિકલ્પો મળી જાય છે. પરંતુ આમાંથી મસાલા કચોરી સૌથી વધુ ખાવામાં આવે છે
તમને કચોરી ખાવાનું મન થાય છે, પરંતુ તમારી પાસે બનવાનો સમય નથી અથવા તો ઓછો સમય છે. તો તમે બ્રેડની મદદથી મસાલા કચોરી બનાવી શકો છો. બ્રેડમાંથી બનેલી કચોરી જેટલી વધુ ક્રિસ્પી હોય છે એટલી જ તેને ખાવાની વધારે મજા આવે છે. તમે તેને નાસ્તામાં અથવા સાંજે ચાના સાથે ખાઈ શકો છો.
સામગ્રી
- તેલ – 1 ચમચી
- જીરું – અડધી ચમચી
- ધાણા – 1 ચમચી
- કાળા મરી – 9
- હીંગ – અડધી ચમચી
- આદુ – 1 ચમચી (સમારેલું)
- લીલું મરચું – 1 ચમચી (ઝીણું સમારેલું)
- અડદની દાળ – 1 કપ (પલાળેલી)
- મીઠું – સ્વાદ મુજબ
- હળદર પાવડર – 1 ચમચી
- લાલ મરચું પાવડર – અડધી ચમચી
- ધાણા પાવડર – 1 ચમચી
- ગરમ મસાલા પાવડર – 1 ચમચી
- બટાકા – 1 (બાફેલું)
- પનીર – અડધો કપ
- બ્રેડના ટુકડા – 6-8
- પાણી – જરૂર મુજબ
- કોથમરી – 1 ચમચી (ઝીણી સમારેલી)

બનાવવાની રીત
- બ્રેડ મસાલા કચોરી બનાવવા માટે સૌપ્રથમ 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી, 9 કાળા મરીને પીસી લો.
- હવે એક કડાઈમાં 1 ચમચી તેલ ગરમ કરો અને તેમાં વાટેલા મસાલા નાખીને ધીમી આંચ પર તળો. ત્યાર બાદ તેમાં 1 ચમચી હિંગ, 1 ચમચી સમારેલું આદુ, 1 ચમચી સમારેલા લીલા મરચા નાખીને સાંતળો.
- 5 મિનિટ પછી તેમાં પલાળેલી અડદની દાળ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો નાખીને 10 મિનિટ માટે રહેવા દો.
- જ્યારે દાળ રંધાવા લાગે, ત્યારે મિશ્રણમાં 1 છીણેલું બટેટા, 1 કપ પનીર અને લીલા ધાણા ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરો. હવે બ્રેડની સ્લાઈસ લો અને તેને વેલણ વડે રોલ કરીને પાતળી શીટ બનાવો. બ્રેડની કિનારીઓને પાણીથી દબાવીને સીલ કરવું વધુ સારું છે.
- ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે તેમાં બ્રેડ મસાલો કચોરી નાખીને તળી લો. જ્યારે કચોરી ક્રિસ્પી થવા લાગે ત્યારે તેને ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ નીકળી જાય.
- બ્રેડ મસાલા કચોરી ઉપર ચાટ મસાલો ઉમેરો અને લીલી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો