GSTV

OMG! કોરોનાના કહેર વચ્ચે આ દિગ્ગજ ખેલાડીએ કર્યા લગ્ન, પૂર્વ પત્નીની ભત્રીજીને બનાવી જીવનસંગીની

Last Updated on March 25, 2020 by Ankita Trada

વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના સમાચારો છવાયા છે, ત્યારે આ વચ્ચે ખેલ જગતમાંથી એક ખૂબ જ સરપ્રદ સમાચાર સામે આવ્યા છે, જેણે બધા જ લોકોને ખૂબ જ હેરાન કરી દીધા છે. બ્રાઝીલ અને શંઘાઈના ફુટબોલર હલ્કે ((Hulk)બીજા લગ્ન કર્યા છે. સમાચારોના જણાવ્યા પ્રમાણે હલ્કે ((Hulk)પોતાની પૂર્વ પત્ની ઈરાનની ભત્રીજી કૈમિલા સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હલ્કે છેલ્લા વર્ષે જુલાઈમાં પત્ની ઈરાનને ડિવોર્સ આપ્યો હતો. હલ્ક અને ઈરાનનૈ લગ્ન 12 વર્ષ સુધી ચાલ્યા અને તેમના 3 બાળકો પણ છે.

પત્નીની ભત્રીજીને કરી ડેટ

જુલાઈમાં પત્નીને ડિવોર્સ આપ્યા બાદ હલ્કે ઓક્ટોબરમાં કેમિલાને ડેટ કરવાનુ શરુ કરી દીધુ હતુ. હવે સમાચાર પ્રમાણે હલ્ક અને કેમિલાએ લગ્ન કરી લીધા છે. જોકે, હલ્કે અત્યાર સુધી આ વાતની પુષ્ટી કરી નથી, પરંતુ જણાવવામાં આવી રહ્યુ છે કે, કેમિલાને ચીનમાં રોકાવવા માટે વીઝાની જરુરિયાત હતી જેથી હલ્કે આ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, છેલ્લા મહિનામાં જ હલ્કે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે કેમિલા સાથે દુબઈમાં વેકેશન મનાવી રહ્યા છે અને બંનેના હાથમાં લગ્નની વીંટી પણ જોવા મળી રહી છે. હલ્કે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોડેટામાં ખુદને પરણિત પર જાહેર કર્યા છે અને હાલમાં તેમણે જેટલી પણ ફોટો શેર કરી છે, તેમાં તેમના હાથમાં લગ્નની વીંટી જોવા મળી રહી છે.

કેમિલાએ પોતાની ફય પાસે માફી માગી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા વર્ષે કેમિલાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ શેર કર્યો હતો, જેમાં તેમએ આ સંબંધ માટે પોતાની ફય પાસે માફી માગી હતી, પરંતુ કેમાલિએ બાદમાં આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. કેમલિાએ તે પોસ્ટમા લખ્યુ હતુ કે, ફય હું તમને કહેવા માગુ છુ કે, આ મેસેજ કોઈપણ પ્રકારની દલીલ નથી. હું બસ એટલુ કહેવા માગુ છુ કે, પરિસ્થિતિ જ કંઈક એવી છે કે, હુ તમારી પાસે પર્સનલી તરીકે કંઈ પણ કરી શકતી નથી. તમારા માટે આ વાતથી ફરક નથી પડતો, પણ હું તમને ખૂબ પ્રેમ કરું છું. આ બધી જ વસ્તુઓનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો હું આ ન કરતી જો આ સાચુ ન હોત. મેં ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે આવુ બનશે, પરંતુ દિલ પર કોઈપણ પ્રકારનો બસ નથી. હું તમારી પાસે માફી માગુ છુ.

READ ALSO

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!