GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સુંદર અને સુશીલ હોવા છતાં વર્ષોથી આ ગામની છોકરીઓ છે કુંવારી, લગ્ન માટે નથી મળતા છોકરા

લગ્ન માટે છોકરો અથવા છોકરી ન મળવી એક સામાન્ય સમસ્યા છે, પરંતુ આ સમસ્યા ત્યારે હોય છે, જ્યારે લગ્ન માટે લાયક છોકરા પાસે સારી નોકરી અથવા સારુ ઘર-પરિવાર ન હોય. તો બીજી તરફ છોકરીઓના લગ્નમાં મોડુ થવાનુ કારણે તેમનુ સુંદર ન હોવુ અથવા કોઈ શારીરિક મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ બ્રાઝિલના એક ગામમાં તો છોકરીઓ સુંદર, સુશીલ, ઘરનુ કામ કરવાની સાથે-સાથે ખેતરનુ પણ કામ સંભાળે છે. તો પણ આ ગામની 600માંથી 300 જુવાન છોકરીઓ અત્યાર સુધી કુંવારી છે. જેનુ કારણ જાણી તમે પણ ચોંકી જશો…

શું છે કારણ ?

ખરેખર તો આ ગામની છોકરીઓની એ શરત હોય છે કે, લગ્ન બાદ છોકરીના ગામમાં જ રહે. છોકરી ખેતરોનુ કામ સંભાળશે અને છોકરાને ઘરના કામકાજમાં તેમનો પૂર્ણ સાથ આપવો પડશે. માહિતી પ્રમાણે, આ ગામની છોકરીઓ લગ્ન બાદ છોકરાઓ પર પોતાનો પૂર્ણ હુકમ ચલાવે છે જે કારણે આ ગામની છોકરીઓની સાથે કોઈપણ છોકરો લગ્ન કરવા માટે તૈયાર થતો નથી. આ ગામની છોકરીઓ સાથે માત્ર તે વ્યક્તિ જ લગ્ન કરે છે, જેના ખુદના પરિવારમાં કોઈ ન હોય. કારણ કે, આ છોકરાને તે છોકરીના ગામમાં જઈને રહેવામાં કોઈ મુશ્કેલી હોતી નથી.

કેવી રીતે વસ્યુ હતુ ગામ ?

બ્રાઝીલના આ ગામની સ્થાપના ત્યાંના જ રહેવાસી એક મહિલા મારિયા સિનોરિયાએ કરી હતી. મારિયાએ આ ગામને વર્ષ 1851માં વસાવ્યુ હતુ. સમાચારો પ્રમાણે ગામમાંથી મારિયાને તેમના પરિવારવાળાએ છોકરી હોવાથી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ મારિયાએ પોતાના ગામમાં રહેતા લોકો માટે નિયમ બનાવ્યો કે, આ ગામની છોકરીઓ ક્યાંય પણ નહી જાય, પરંતુ છોકરાને તેની સાથે આવીને રહેવુ પડશે. તે જ કારણે લગભગ આજે ગામની ઘણી છોકરીઓ વર્ષોથી કુંવારી છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!