GSTV

એક બાળકી જન્મ લેતાં જ સુપરસ્ટાર થઈ ગઈ, ફોટોગ્રાફ થઈ રહ્યાં છે વાયરલ

Last Updated on February 25, 2020 by Mansi Patel

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં કંઈક એવું બન્યું કે જેનાથી બધા આશ્ચર્ય પામ્યા હતા. ત્યાંની એક હોસ્પિટલમાં 13 ફેબ્રુઆરીએ એક છોકરીનો જન્મ થયો હતો અને તે સુપરસ્ટાર બની હતી. કારણ કે જન્મ પછી, છોકરીએ ગુસ્સામાં ડોક્ટર તરફ જોવાની શરૂઆત કરી હતી. બાળકના એક્સપ્રેશન ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જન્મ પછી, જ્યારે ડોક્ટરોએ નાળને કાપતા પહેલા બાળકને રડવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેણે ગુસ્સાથી ડોકટરો તરફ જોયું. ડોક્ટરો આ જોઈને નવાઈ પામ્યા. તે ક્ષણ કેમેરામાં કેદ થઈ.

વાસ્તવમાં બાળકી જન્મ પછી રડતી ન હતી. ડોકટરોએ તેને રડાવવાનો પ્રયત્ન કર્યો જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે બાળક તંદુરસ્ત છે અને તેના અંગો યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે. જલદી જ ડોકટરોએ તેને રડાવવાનો પ્રયત્ન કર્યો, તો તે ગુસ્સાથી જોવા લાગી હતી. બાળકનો જન્મ સિઝેરિયન ડિલિવરી દ્વારા નિર્ધારિત સમયનાં 7 દિવસ પહેલાં થયો હતો. સોશ્યલ મીડિયા પર, કોઈ એવું કહી રહ્યું છે કે તે સીઝરિયન ડિલિવરી અંગે ગુસ્સે છે.

બાળકીની માતા ડાયને ડિ જીસસ બારબોસાએ બાળકીનાં યાદગાર ફોટા પાડવા માટે એક ફોટોગ્રાફર હાયર કર્યો હતો. આ ફોટાનાં ફોટોગ્રાફરે ફેસબુક પર શેર કર્યા છે. ફોટોગ્રાફરે જણાવ્યુકે, રિએક્શન જોયા બાદ જ્યારે ડોક્ટરોએ ગર્ભનાળ કાપી તો તે રોવા લાગી હતી. બાળકીનું નામ ઈસાબેલ પરેરા ડી જીસસ રાખવામાં આવ્યુ છે. તેનો જન્મ 20 ફેબ્રુઆરીએ થવાનો હતો.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!