GSTV

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Last Updated on July 26, 2021 by Zainul Ansari

મોબાઈલ અને ઈન્ટરનેટ વગરના જીવનની હવે કલ્પના થઈ શકે તેમ નથી. આ બંને વસ્તુઓ લોકોના જીવન સાથે એટલી હદે વણાઈ ગઈ છે. દુનિયામાં અબજો લોકો સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટનો વપરાશ કરી રહ્યા છે. જોકે કયા દેશના લોકો મોબાઈલ પર સૌથી વધારે સમય પસાર કરે છે તે અંગે એક નવા રિપોર્ટમાં રસપ્રદ જાણકારી સામે આવી છે.

ZDNetના અહેવાલ પ્રમાણે મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલના લોકો નંબર વન પર છે. બ્રાઝિલના લોકો રોજ પાંચ કલાક અને ચાર મિનિટ મોબાઈલ પર પસાર કરે છે. ઈન્ડોનેશિયા બીજા ક્રમે છે. ઈન્ડોનેશિયાના નાગરિકો રોજ સરેરાશ પાંચ કલાક અને ત્રણ મિનિટ મોબાઈલ પર વિતાવે છે અને આ સર્વેના લિસ્ટમાં ભારતીયો ત્રીજા ક્રમે છે. ભારતના નાગિરકો રોજ ચાર કલાક અને નવ મિનિટ મોબાઈલ પર ગાળે છે. આ સિવાયના દેશોની લિસ્ટ આ પ્રમાણે છે

  • ચોથા ક્રમે સાઉથ કોરિયા, ચાર કલાક અને આઠ મિનિટ
  • પાંચમા ક્રમે મેકિસકો, ચાર કલાક અને સાત મિનિટ
  • છઠ્ઠા ક્રમે તુર્કી, ચાર કલાક અને પાંચ મિનિટ
  • સાતમા ક્રમે જાપાન, ચાર કલાક અને ચાર મિનિટ
  • આઠમા ક્રમે કેનેડા, ચાર કલાક અને એક મિનિટ
  • નવમા ક્રમે અમેરિકા, ત્રણ કલાક અને નવ મિનિટ
  • દસમા ક્રમે બ્રિટેન, ત્રણ કલાક અને આઠ મિનિટ

Read Also

Related posts

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt

હું પહેલેથી જ નિશાના પર છું, મારી નિમણૂકને પડકારવા પાછળ બદલાની ભાવના છેઃ અસ્થાનાનો બળાપો

Bansari

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!