GSTV

બે ઘડી તો તમે માનશો જ નહીં કે આ ભિખારી છે, વાળ અને દાઢી કટિંગ કરાવ્યા બાદ ચમકી ઉઠ્યો આ ભિખારી

Last Updated on December 22, 2020 by Pravin Makwana

બ્રાઝિલમાં રસ્તે રખડતા એક ભાઈને હવે તેના પરિવારના સભ્યો સાથે મિલન થઈ ગયુ છે. જેની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જોઆઓ કોએલ્હો ગુઈમારેસ લગભગ એક દાયકાથી રસ્તાઓ પર રખડતો હતો. તેના પરિવારે તો માની લીધુ હતું કે, મરી ગયો છે. પણ તેની ઓળખાણ ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો વાયરલ થઈ. હકીકતમાં જોઈએ તો, ઈંસ્ટગ્રામ પર એલેસાંદ્રો લોબો નામના વ્યક્તિએ એક પોસ્ટ કરી હતી, જે યૂનિલૈંડ અનુસાર મેન્સ ફૈશન સ્ટોર અને બાર્બર સર્વિસનો માલિક છે.

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ગુઈમારેસને પૂછવામાં આવ્યુ કે શું તે ભૂખ્યો છે. તો તેણે ના પાડી અને પોતાની વધેલી દાઢીને ટ્રિમ કરી આપવા જણાવ્યું. જો કે, આ દુકાનના માલિકે આગળ વધીને દાઢી, વાળ અને મૂંછ સેટ કરી આપી. ઈમારેસે નવા કપડા પણ આપ્યા.માલિક જણાવે છે કે, જ્યારે અમે તેને આવી રીતે તૈયાર કર્યો, તો બે ઘડી અમે પણ જોતા રહ્યા હતા. તેના માટે તો આજનો દિવસ સુંદરતાનો દિવસ હતો.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જ્યારે તેના પરિવારના લોકોએ આ પોસ્ટ જોઈ તો, તુરંત જ ઓળખી લીધો.

ગુઈમારેસની બહેન અને માતાએ એક દાયકા બાદ તેના વિશે કંઈક આવા સમાચાર સાંભળ્યા હતા. તેમણે તો માની લીધુ હતું કે, તે મરી ગયો છે. વાયરલ થયેલી તસ્વીરમાં પોતાના દિકરાને ઓળખી કાઢ્યો હતો. 17 ડિસેમ્બરે તેઓ દિકરાને મળવા માટે ગોયનિયા શહેરમાં પહોંચ્યા હતા.

READ ALSO

Related posts

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીર સાવરકર ધ મેન હુ કુડ હેવ પ્રિવેન્ટેડ પાર્ટીશન પુસ્તકનું કર્યું વિમોચન

pratik shah

કળયુગી પત્ની / પ્રેમ સંબંધમાં અવરોધ બનેલા પતિની પત્નીએ કરાવી હત્યા, આંસુ વહાવવાની જગ્યાએ મૃતદેહનો ઉતાર્યો વીડિયો

Zainul Ansari

સાચવજો! BIG BREAKING: કર્ણાટકમાં ઓમિક્રોની દસ્તક વચ્ચે ચિક્કમગલુરુમાં 69 વિદ્યાર્થી-શિક્ષકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 7 દિવસ સુધી સ્કૂલ સીલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!