GSTV

યુવાનોને સેક્સનો એવો ચસકો લાગ્યો કે સરકાર થઈ ઈનવોલ્વ, યુવતીઓના વધવા લાગ્યા હતા પેટ

બ્રાઝીલની સરકાર આજકાલ પોતાના દેશના કિશોરો માટે ખૂબ જ ચિંતિત છે. હકીકતમાં બ્રાઝીલમાં ટીનએજ પ્રેગનેન્સી રેટ અને એચઆઇવી ઇન્ફેક્શનના કેસ સતત વધી રહ્યા છે. તેથી સરકાર યુવાઓને સેક્સ માટે લગ્ન સુધી રાહ જોવાનો સંદેશ આપી રહી છે.

બ્રાઝીલની સરકાર માનવાધિકાર અને પરિવાર મંત્રી ડામારેસ એલ્વેસે યુવાઓને સંયમ રાખવાની સલાહ આપતા કહ્યું કે, આપમા દેશમાં યુવા સામાજિક દબાણમાં આવીને શારીરિક સંબંધ બાંધી રહ્યાં છે. તમે સેક્સ વિના કોઇપણ પાર્ટીમાં અનેક રીતે મજા માણી શકો છો. ડામરોસે જણાવ્યું કે પોતાની નીતિ બનાવવા માટે તેમણે ‘આઇ ચૂઝ ટુ વેટ’ નામનું એક અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાન માટે તેમણે ચર્ચના ફાધર્સની પણ સલાહ લીધી છે જેના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે.

આ સાથે જ ડામારેસે લેટિન અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝીલમાં પ્રજનન અધિકારો અને યૌન શિક્ષણ વિશે ચર્ચા શરૂ કરી છે. લેફ્ટ પાર્ટી અને આલોચકોનું કહેવું છે કે સેક્સ પર સંયમનું જોર આપીને યુવાઓને ખોટી રીતે સેક્સ વિશે સમજાવવામાં આવી રહ્યાં છે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

બ્રાઝીલના લૉ પ્રોફેસર અને સામાજિક કાર્યકર્તા દેબોરે ડિનિઝનું કહેવું છે કે સેક્સ પર અત્યાર સુધી બનેલી તમામ નીતિઓ અપ્રભાવી રહી છે, સાથે જ કિશોર ગર્ભાવસ્થા અને યૌન સંબંધિત રોગોમાં પણ તે અસફળ રહી છે. ડિનિઝનું કહેવું છે કે અમે ધાર્મિક માન્યતાઓના આધારે સરકારી નીતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો અને તેમના સહયોગીઓનું કહેવું છે કે તેમના વામપંથી હરિફોએ ઓછી ઉંમરમાં યૌન સંબંધ બાંધવા માટે કિશોરોને પ્રોત્સાહિત કર્યા છે. સાથે જ વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારના આ અભિયાનથી કિશોર ગર્ભાવસ્થા પર અંકુશ લગાવવાના અત્યાર સુધીના પ્રયાસોને નુકસાન પહોંચી શકે છે.

બ્રાઝીલનો કિશોર ગર્ભાવસ્થા દર દુનિયામાં સૌથી વધુ છે. જ્યાં વૈશ્વિક સ્તરે ટીનએજ પ્રેગનેન્સી દર 44 ટકા છે ત્યા બ્રાઝીલમાં આ દર આશરે 62 ટકા છે.

બ્રાઝીલમાં યૌન સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર, 2018માં યૌન સંબંધિત રોગોમાં 43,941 નવા કેસ સામે આવ્યાં છે જે 2014ની તુલનામાં 41 ટકા વધુ છે.

કેબિનેટ મંત્રી એલ્વિસનું કહેવું છે કે સરકાર વર્તમાન કોન્ટ્રોસેપ્ટિવ ઉપરાંત ગર્ભનિરોધકના અન્ય ઉપાય પણ લાવવા પર જોર આપી રહી છે. એલ્વિસનું કહેવું છે કે સરકારનો હેતુ લોકો પર પોતાની નીતિ થોપવાનો નહી પરંતુ તેમને સૂચિત અને શિક્ષિત કરવાનો છે.

બ્રાઝીલમાં મોટાભાગે 15 વર્ષ સુધીની કિશોરીઓના બાળક છે અને આ ટીનએજ માતાઓ માટે અનેક પ્રકારના હોમ સ્કૂલિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યાં છે જેથી તે બાળકના ઉછેરની સાથે અભ્યાસ પણ કરી શકે.

15 વર્ષીય લારિસા પરેરાએ ગત વર્ષે એક બાળકને જન્મ આપ્યો. લારિસાએ કહ્યું કે, કિશોરાવસ્થામાં સરકારનો ગર્ભનિરોધક સંદેશ ખૂબ જ કામનો છે તેમ છતાં લોકો તેને માનવા તૈયાર નથી.

લારિસાએ જણાવ્યું કે તેના સ્કૂલની મોટાભાગની મિત્ર ગર્ભવતી છે. લારિસાએ કહ્યું કે બર્થ કંટ્રોલ પર લગામ લગાવવા માટે અહીં લોકો સુધી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અને અન્ય ગર્ભનિરોધક સામગ્રી સરળતાથી પહોંચાડવાની જરૂર છે.

બ્રાઝીલમાં સેક્સ પર સંયમ અભિયાન આગામી મહિને શરૂ કરવામાં આવશે. કેબિનેટ મંત્રી એલ્વિસનું કહેવું છે કે સંયુક્ત રાજ્યમાં આ પ્રકારના સંયમ અભિયાન પ્રભાવી રહ્યાં છે.

રટગર્સ યૂનિવર્સિટીના પ્રોફેસર અને કિશોર ગર્ભાવસ્થા વિશે પ્રમુખતાથી પોતાનો અભિપ્રાય રજૂ કરનાર લેસ્સી કાંટોરનું કહેવું છે કે ટીનએજ પ્રેગનેન્સી પર મંત્રીઓનો દાવો ખોટો છે. કાંટોરનું કહેવું છે કે ફક્ત કેટલાક અભ્યાસના આધારે આ મુદ્દો રાજકીય ફાયદા માટે બનાવવામાં આવતો રહ્યો છે. કાંટોરે કહ્યું કે, જો સ્કૂલોમાં શરૂઆતથી જ સેક્સ એજ્યુકેશન નથી આપ્યુ તો, સ્કૂલ બાદ આ પ્રકારનું શિક્ષણ મેળવવામાં કોઇને રસ ન હોય.

સેક્સ પર સંયમ અભિયાન એવા સમયે શરૂ કરવામાં આવ્યો છે જ્યારે બ્રાઝીલમાં સેક્સ એજ્યુકેશન અને પ્રજનન અધિકારો વિશે જાણકારી આપવા પર પહેલાથી જ પાબંધી છે.

Read Also

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!