GSTV

બ્રાઝીલની જેલમાં ભયંકર ગેંગવૉર, 57 કેદીઓનું મોત, 16ના માથા ધડથી અલગ

Last Updated on July 30, 2019 by Mansi Patel

બ્રાઝીલની એક જેલમાં કેદીઓની વચ્ચે હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 57 લોકો માર્યા ગયાનાં અહેવાલ છે. રિપોર્ટસ મુજબ, ઉત્તર બ્રાઝીલમાં સ્થિત પારા પ્રાંતની એક જેલમાં સોમવારે હરીફ ગેંગની અથડામણમાં 57 લોકો માર્યા ગયા હતા. જેલ વિભાગનાં એક અધિકારી મુજબ, કેદીઓની વચ્ચે અથડામણા ઘણા કલાકો સુધી ચાલી હતી. આ અથડામણની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છેકે, 16 લોકોનાં માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા.

અલ્ટામિરાની જેલમાં થઈ હિંસા

પારા પ્રાંતની અલ્ટામિરા જેલમાં થયેલાં હુમલામાં હરીફ ગેંગની જુની દુશ્મનીનું પરિણામ છે. બ્રાઝીલના અમેઝોન વિસ્તારમાં ડ્રગ્સની તસ્કરીને લઈને હરીફ ગેંગમાં હંમેશા અથડામણ થાય છે. આ અથડામણ દરમ્યાન જેલમાં આગ લગાવી દેવામાં આવી હતી. તેના બાદ ઘણા કેદીઓના ગુંગણામણ થવાને કારણે પણ મોત થયા છે.

જેલમાં બંધ હતા ક્ષમતા કરતા બમણા કેદીઓ

રિપોર્ટ મુજબ, અલ્ટામિરાની આ જેલમાં ક્ષમતા કરતા બેગણા કેદીઓ બંધ હતા. કહેવાઈ રહ્યુ છેકે, આ લડાઈ સ્થાનિક કમાન્ડો ક્લાસ એ ગેંગ અને કમાન્ડો વર્મેલ્હો કેંગની વચ્ચે થઈ હતી. કહેવાઈ રહ્યુ છેકે, કમાન્ડો ક્લાસ એ ગેંગના લોકો પોતાના હરીફ ગેંગ પર તુટી પડ્યા હતા.અને જે પણ મળ્યા તેમને  મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે આગ લગાવી દીધી હતી. સુરક્ષાકર્મીઓએ બાદમાં સ્થિતિ કોઈ પણ રીતે કાબૂમાં લઈને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

2017માં પણ 56 કેદીઓનાં થયા હતા મોત

બ્રાઝીલની જેલોમાં હિંસા કોઈ નવી વાત નથી. આની પહેલાં પણ 2017માં બ્રાઝીલના મનાઉસમાં ડ્રગ તસ્કરીમાં વર્ચસ્વને લઈને 56 કેદીઓની હત્યા કરાઈ હતી. ત્યારબાદથી આ સિલસિલો અહીંની જેલોમાં ચાલી રહ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં હરીફ ગેંગની લડાઈમાં સેંકડો લોકોના જીવ ગયા છે.

READ ALSO

Related posts

World’s Richest Family / જગતના સૌથી ધનવાન પરિવારોમાં અંબાણી છે 6ઠ્ઠા ક્રમે : જાણો સૌથી વધુ સંપતિ ક્યા ફેમિલી પાસે છે અને શું છે તેમનો બિઝનેસ?

Zainul Ansari

BIG NEWS: અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો

pratik shah

‘બાળકોને સ્કૂલે મોકલવાનું ફરમાન ન કરી શકે’, સુપ્રીમ કોર્ટે દિલ્હીના વિદ્યાર્થીની અરજી ફગાવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!