GSTV

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Last Updated on September 26, 2021 by Zainul Ansari

અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 76મો અધિવેશન ચાલી રહ્યું છે. આ સંમેલનમાં વિશ્વના 193 દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ UNGAના આ અધિવેશનમાં ભાગ લેવા ગયા હતા. શનિવારે 25 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીનું ભાષણ દેશ અને વિશ્વના લોકોએ સાંભળ્યું, જ્યાં તેમણે સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની ભારપૂર્વક હિમાયત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દર વર્ષે યોજાય છે. યુએનના આ મંચ પરથી તમામ રાષ્ટ્રના વડાઓએ તેમના વિચારો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકે છે.

વિશ્વમાં એક એવો દેશ છે કે જેના રાષ્ટ્ર પ્રમુખનું ભાષણ હંમેશા સૌપ્રથમ હોય છે. તે દેશ બ્રાઝિલ છે. બ્રાઝિલ એ દક્ષિણ અમેરિકા ખંડનો એક દેશ છે, જેના રાષ્ટ્ર પ્રમુખ હંમેશા યુએનમાં સૌપ્રથમ ભાષણ આપે છે. તેના પાછળની કહાની રસપ્રદ છે. ચાલો જાણીએ કે બ્રાઝિલના રાષ્ટ્ર પ્રમુખ યુએન જનરલ એસેમ્બલીમાં પ્રથમ ભાષણ કેમ આપે છે?

આ 1950ના દાયકાની વાત છે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું, ત્યારે વિશ્વના દેશો એક મંચ પર આવ્યા અને સંયુક્ત રાષ્ટ્રની રચના કરી, અને જ્યારે સંયુક્ત રાષ્ટ્રની બેઠક મળી ત્યારે વિશ્વના દેશો સામે મોટો પ્રશ્ન એ હતો કે, સૌથી પહેલા કયા દેશના રાષ્ટ્રપ્રમુખ ભાષણ આપશે? આવી સ્થિતિમાં અન્ય કોઇ દેશના નેતાઓ પ્રથમ બોલવા માટે તૈયાર ન હતા. પછી બ્રાઝિલ આગળ આવ્યું અને કહ્યું કે તે પહેલું ભાષણ આપશે. ત્યારથી તે એક સિસ્ટમ બની ગઈ છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રથમ ભાષણ બ્રાઝિલનું હોય છે. વર્તમાન અધિવેશનમાં પ્રથમ ભાષણ બ્રાઝિલના વર્તમાન રાષ્ટ્ર પ્રમુખ જેર બોલ્સોનારો દ્વારા આપવામાં આવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. તેનું મુખ્ય મથક ન્યૂયોર્ક (અમેરિકા)માં સ્થિત છે. હાલમાં તેના સભ્યો તરીકે 193 દેશો છે. સંયુક્ત રાષ્ટ્રનું પ્રથમ અધિવેશન 10 જાન્યુઆરી 1946ના રોજ લંડનના વેસ્ટમિન્સ્ટર બિલ્ડિંગમાં યોજાયું હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તેના મુખ્ય છ અંગોમાંથી એક છે.

Read Also

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!