GSTV
News World ટોપ સ્ટોરી

ભયાનક સ્થિતિ / આ દેશમાં એક જ દિવસમાં કોરોનાના 1.65 લાખથી વધુ કેસ: રિયો કાર્નિવલ રદ, ચીને વધાર્યુ ટેસ્ટિંગ

કોરોના

બ્રાઝિલમાં છેલ્લા એક દિવસમાં 1.65 લાખથી વધુ નવા કોવિડ દર્દીઓ સામે આવ્યા છે. આ દરમિયાન 238 લોકોના મોત થયા છે. આ સ્થિતિ કેટલી ભયાનક છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બ્રાઝિલની વસ્તી માત્ર 21.26 કરોડ છે. તે લગભગ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની બરાબર છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન વેરિએન્ટના કારણે દેશમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.

બ્રાઝિલમાં કોવિડ મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 24 મિલિયન લોકો સંક્રમિત થયા છે. સંક્રમણને કારણે 6,22,801 લોકોના મોત થયા છે. દેશમાં લગભગ 14.85 કરોડ લોકો એટલે કે 70 ટકા લોકોને કોવિડ રસીના બંને ડોઝ મળ્યા છે. 80 ટકા વસ્તીએ ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે, જ્યારે 19.4 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ મેળવ્યો છે.

કોરોના

કોવિડના કારણે દેશમાં બગડેલી પરિસ્થિતિને કારણે રિયોમાં યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ સામ્બા કાર્નિવલને રદ કરવામાં આવ્યો છે. રિયોના મેયર એડ્યુઆર્ડો પેસ અને તેમના સો પાઉલો સમકક્ષ રિકાર્ડો નુનેસે બંને શહેરોમાં લીગ ઓફ સામ્બા સ્કૂલ અને અન્ય હિતધારકો સાથે વિડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આ નિર્ણય લીધો હતો. જોકે, અધિકારીઓનું કહેવું છે કે જો મહામારીની સ્થિતિમાં સુધારો થશે તો એપ્રિલ મહિનામાં કાર્નિવલનું આયોજન કરવામાં આવી શકે છે.

રશિયામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ

રશિયાના ફેડરલ હેલ્થ સેન્ટરના ડેટા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોવિડ સંક્રમણના 63,205 નવા કેસની પુષ્ટિ થઈ છે. રશિયામાં સંક્રમણના કુલ 11,108,191 કેસ નોંધાયા છે. મહામારી શરૂ થઇ ત્યારથી રશિયામાં એક જ દિવસમાં આ સૌથી વધુ કેસ છે. રશિયાની રાજધાની મોસ્કો અને સૌથી મોટું ઔદ્યોગિક શહેર સેન્ટ પીટર્સબર્ગ કોવિડ ચેપના મુખ્ય કેન્દ્રો છે. છેલ્લા એક દિવસમાં, મોસ્કોમાં 17,528 નવા કેસ નોંધાયા છે, જ્યારે સેન્ટ પીટર્સબર્ગમાં 9,535 કેસ મળી આવ્યા છે.

કોરોના

કેનેડામાં કુલ સંક્રમણ 29 લાખને વટાવી ગયો

માત્ર 38 મિલિયનની વસ્તી અને વિશ્વની શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ માટે જાણીતા કેનેડામાં કોવિડ સંક્રમણના કુલ કેસ 29 લાખને વટાવી ગયા છે. BA એક જ દિવસમાં અહીં 13,555 નવા કેસ નોંધાયા છે. કેનેડામાં સંક્રમણને કારણે કુલ 2,905,560 સંક્રમિત લોકોમાંથી 32,502 લોકોના મોત થયા છે. કેનેડામાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઓન્ટારિયો સંક્રમણનું કેન્દ્ર રહ્યું છે. છેલ્લા દિવસના કુલ કેસમાંથી લગભગ અડધા એટલે કે 6,473 કેસ અહીં આવ્યા, 47 લોકોના મોત થયા. કેનેડામાં મોટાભાગના કેસો ઓમિક્રોન વેરિએન્ટના છે.

ચીને વધાર્યુ ટેસ્ટિંગ…

જેમ જેમ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સના આયોજનનો સમય નજીક આવી રહ્યો છે તેમ ચીનમાં કોવિડને લઈને ચિંતા વધી રહી છે. તેમનો દાવો હતો કે ચીન કોવિડ મુક્ત વાતાવરણમાં વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કરશે. એટલા માટે તપાસ વધારી દેવામાં આવી છે અને બે કરોડથી વધુ લોકોને સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

મેક્સિકોમાં એક જ દિવસમાં 364 લોકોના મોત

મેક્સિકોના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં છેલ્લા એક દિવસમાં કોવિડ સંક્રમણને કારણે 364 લોકોના મોત થયા છે. આ સહિત, દેશમાં મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 3,03,085 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, નવેમ્બર 2021 થી દૈનિક મૃત્યુઆંક હવે ટોપ પર પહોંચી ગયો છે.

Read Also

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV