GSTV

કોરોના દર્દીઓનું મગજ 10 વર્ષ ઘરડું થયાનો સંશોધનમાં ખુલાશો, સાજા થયા પછી માનસિક સ્થિતિમાં ઘટાડો

કોરોના વાયરસ પર નવું સંશોધન દિવસેને દિવસે ઉભરી રહ્યું છે. દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના વાયરસ (કોવિડ -19 રોગચાળા) માટે ડ્રગ અને રસી વિકસાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે. દરમિયાન, એક નવા અભ્યાસમાં કોરોના વાયરસ સંક્રમણથી સાજા થયેલા દર્દીઓના  મગજ સબંધિત મોટા ખુલાસા થયા છે.  આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચેપ લોકોના મગજને એટલી હદે ખરાબ અસર કરે છે કે તે મગજના 10 વર્ષ ઘરડા થવા બરાબર છે. આનો અર્થ એ કે મગજની કાર્યકારી સિસ્ટમ નકામી બની જાય છે.

એડમ હેમ્પશાયરની આગેવાનીમાં 84,૦૦૦ થી વધુ લોકોની સમીક્ષા

લંડનની ઇમ્પિરિયલ કોલેજના ડોક્ટર એડમ હેમ્પશાયરની આગેવાનીમાં 84,૦૦૦ થી વધુ લોકોની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે કેટલાક ગંભીર કેસોમાં કોરોના વાયરસ સંક્રમણનો સંબંધ  મહિનાઓ માટે મસ્તિષ્કમાં થનારા નુકસાન સાથે છે. એમાં મસ્તિષ્ક- મગજને સમજવાની શક્તિ અને કાર્ય કરવાની ક્ષમતા શામેલ છે.

કોવિડ 19 મહામારી મગજ પર ખરાબ અસર કરી રહ્યો છે

સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે આ અભ્યાસથી એ વાતની પુષ્ટિ થઈ છે કે, કોવિડ 19 મહામારી મગજ પર ખરાબ અસર કરી રહ્યો છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થયા છે અથવા જેમને હવે કોઈ લક્ષણો નથી, તેમના મગજના કાર્ય પ્રણાલી પર નુકસાન પહોંચી રહ્યું છે. 

આખરે માણસનું મગજ કેટલી સારી રીતે કાર્યરત

કોગ્નિટિવ ટેસ્ટ હેઠળ એ તપાસ કરવામાં આવી કે આખરે માણસનું મગજ કેટલી સારી રીતે કાર્યરત છે. આ પ્રક્રિયામાં લોકો પાસે કોયડાઓનો હલ પૂછવામાં આવે છે. સામાન્ય રીતે  આવા પરીક્ષણો અલ્ઝાઇમરના દર્દીઓ પર કરવામાં આવે છે. હેમ્પશાયર ટીમે 84,285 લોકોનાં પરિણામોનું વિશ્લેષણ કર્યું. આ લોકોએ ગ્રેટ બ્રિટીશ ઇન્ટેલિજન્સ ટેસ્ટ નામનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હજુ પણ કેટલાક નિષ્ણાતો દ્વારા પરિણામોની સમીક્ષા કરવાની બાકી છે. જેને MedRxiv (મેડરેક્સિવ )વેબસાઇટ પર ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં કોગ્નેટિવ નુકસાન વધુ

ખાસ કરીને કોરોના વાયરસના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં કોગ્નેટિવ નુકસાન વધુ છે. વૈજ્ઞાનિકો સીધા અભ્યાસમાં સામેલ થતા નથી. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે પરિણામોને થોડી સાવચેતી સાથે જોવું જોઈએ. એડિનબર્ગ યુનિવર્સિટીના ન્યુરોઇમેજિંગના પ્રોફેસર જોઆના વાર્ડલોના જણાવ્યા મુજબ, કોરોના વાયરસના ચેપ પહેલા મગજમાં કોન્ગેટિવ નુકસાન જોવા મળ્યું ન હતું.

READ ALSO

Related posts

ઘરમાં સગર્ભા મહિલા હોય તો પરિવારે સૌથી વધારે સાવધાનીની જરૂર, નહીં તો તમે તેમનો જીવ મૂકશે જોખમમાં

Bansari

અમિત શાહને પણ રંગ લાગ્યો : તમિલોને આકર્ષવા રીતસરનું જુઠ્ઠાણું ફેક્યું, આખરે થયા ટ્રોલ

Ankita Trada

દેશની તિજોરી ખાલી પણ મોદી માટે 600 કરોડના ખર્ચે નવી ઓફિસ અને ઘર બનશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!