GSTV

ટેક્સાસનાં નળનાં પાણીમાં મળ્યો મગજ ખાતો જીવલેણ અમીબા, Naegleria Fowleriને લઈને જાહેર કરાઈ ચેતવણી

અમેરિકામાં મગજ ખાતું અમીબા મળી આવવાની ઘટના બાદ આઠ શહેરોમાં એલર્ટ જાહેર કરાયું છે. હકીકતમાં, મગજમાં ખાતા અમીબાની હાજરી ઘરમાં સપ્લાઈ કરવામાં આવતા પાણીમાં મળી આવી હતી. ટેક્સાસના લેક જેકસન શહેરમાં પણ કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. Naegleria fowleri  નામનો આ અમીબા જો નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે તો જીવલેણ થઈ શકે છે. નાક દ્વારા આ અમીબાથી સંક્રમિત થનારા 90થી 95 ટકા લોકોના મોત થઈ જાય છે.

 6 વર્ષનાં બાળકનું થયુ મોત

આ અગાઉ અમેરિકાના ટેક્સાસમાં 8 સપ્ટેમ્બરના રોજ 6 વર્ષના બાળકનું મગજ ખાતા અમીબાથી મૃત્યુ થયું હતું. તપાસ દરમિયાન બાળક અમીબાથી સંક્રમિત મળી આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓ માને છે કે Naegleria fowleri  નામના અમીબાના કારણે  બાળકનું મોત થયુ, જે બાળકનાં શરીરમાં અથવા તો તળાવમાં રમતી વખતે અથવા ઘરમાં પાણીની સપ્લાય દ્વારા પ્રવેશ થયો હશે.

ટેક્સાસનાં 8 શહેરોને આપી ચેતવણી

ઓગસ્ટમાં પણ,  મગજ ખાતા અમીબાને કારણે 13 વર્ષના છોકરાનું  ફ્લોરિડામાં મોત નીપજ્યું હતું. હવે ટેક્સાસના આઠ શહેરોના લોકોને ચેતવણી આપવામાં આવી હતી. લોકોને ઘરમાં સપ્લાઈ કરવામાં આવતા પાણીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. જોકે બાદમાં મોટાભાગના શહેરોમાં પાણીની સાફાઈ કર્યા બાદ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.

પહેલાં પણ આવા કેસ આવ્યા સામે

અમેરિકન સીડીસીના જણાવ્યા અનુસાર, માટી, ગરમ તળાવો, નદી, ઝરણા અને સારી રીતે સંભાળ ન કરવા પર સ્વિમીંગ પુલમાં પણ મગજ ખાતા અમીબા હોઈ શકે છે. જોકે, સીડીસીનું કહેવું છેકે, Naegleria fowleri  અમીબાથી મોતનાં મામલાઓ અપવાદ છે.  સીડીસી મુજબ, 2009થી 2018ની વચ્ચે અમેરિકામાં આ અમીબાથી સંક્રમણનાં 34 મામલાઓ સામે આવ્યા હતા. જો કે, 1962 થી 2018 ની વચ્ચે, 145 લોકોને ચેપ લાગ્યો હતો અને ફક્ત 4 જ બચ્યા હતા.

READ ALSO

Related posts

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

Pravin Makwana

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

Karan

આસામ વિધાનસભા ચૂંટણી/ ભાજપાએ 70 ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર, સીએમ સોનોવાલ માજુલીથી લડશે ચૂંટણી

Karan
Do NOT follow this link or you will be banned from the site!