GSTV
India ટોપ સ્ટોરી

બહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ : દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને થાપ અાપવામાં સૌથી માહેર

ભારતે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલના જીવનકાળને 10 થી 15 વર્ષ સુધી વધારવા સોમવારે પહેલું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ પરીક્ષણ ઓડિશાના સમુદ્ર કિનારે આવેલા ચાંદીપુરમાં આઇટીઆર ખાતે કરવામાં આવ્યું. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે આ માટે ડીઆરડીઓની ટીમને અભિનંદન પાઠવ્યા.

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણનો ઉદેશ્ય મિસાઇલનો જીવનકાળ 10થી 15 વર્ષ સુધી વધારવાનો હતો. બ્રહ્મોસ મિસાઇલનો પ્રોજેક્ટ ભારત અને રશિયાના સંયુક્ત ઉપક્રમથી તૈયાર કરવામાં આવ્યો છે. ડીઆરડીઓના સૂત્રો મુજબ ઓડિશાના સમુદ્ર કિનારે ચાંદીપુરમાં આરટીઆઇ ખાતે મોબાઇલ લોન્ચરથી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું.

મિસાઇલના સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને લખ્યું કે બહ્મોસ મિસાઇલનો જીવનકાળ વધારવાની ટેકનોલોજી વિકસીત કરવાનું પરીક્ષણ ભારતમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે. તેમના સફળ પરીક્ષણના કારણે ભારતીય સૈન્ય દળમાં મિસાઇલ રિપ્લેસમેન્ટમાં થતાં ભારે ખર્ચની બચત કરી શકાશે. તેમણે ટ્વિટ કરીને ટીમ બ્રહ્મોસ અને ડીઆરડીઓને સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા.

બ્રહ્મોસ પ્રથમ ભારતીય મિસાઇલ છે કે જેનો કાર્યકાળ 10થી 15 વર્ષ સુધી વધારાયો છે. ભારતીય સેનાએ પોતાના શસ્ત્રાગારમાં બ્રહ્મોસની ત્રણ રેજિમેન્ટને પહેલા જ સામેલ કરી લેવાઇ છે. તમામ મિસાઇલ બ્લોક-થ્રી શ્રેણીથી સજ્જ છે. હાલમાં સેનામાં બ્રહ્મોસનું જમીન પર પ્રહાર કરનાર મોડલ 2007થી ઉપયોગ કરાઇ રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલની ખાસિયત તે છે કે તેને લોન્ચ કર્યા બાદ તે આપમેળે જ ઉપર-નીચે થઇને જમીન પરના લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. આ પ્રકાર તે દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને થાપ આપીને નીકળી જાય છે.

Related posts

21.33 લાખ વીજ જોડાણધારકોને મળી રાહત! HT અને LT વીજ જોડાણની સિક્યોરિટી ડિપોઝિટમાં કોઈ જ વધારો નહિ થાય, જાણો શું હતી માંગણી

pratikshah

શીખ પરિવાર પછી અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા, યુવાનની ઘાતકી હત્યા કર્યા બાદ આરોપીએ જ પોલીસને કોલ કર્યો

pratikshah

દિલ્હીમાં કરોડોની કાંડા ઘડિયાળોની દાણચોરી બદલ એકની ધરપકડ, આરોપીની દુબઇમાં મોંઘી ઘડિયાળોનું શોરૂમ

pratikshah
GSTV