દુશ્મન સરહદમાં ઘૂસીને લક્ષ્ય ભેદવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ હવે સુખોઇ ફાઇટર જેટથી થશે
અવાજની ગતિ કરતાં અંદાજે ત્રણ ગણા એટલે કે 2.8 માકની ગતિથી હુમલો કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું આ સપ્તાહે પહેલી વખત સુખોઇ-30 એમકેઆઇ ફાઇટર જેટથી પરીક્ષણ થશે.
દુશ્મનની સરહદમાં ઘૂસીને લક્ષ્ય ભેદવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ હવે સુખોઇ ફાઇટર જેટથી કરાશે.
ફાઇટર જેટથી હુમલો કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલના પરીક્ષણને ‘ડેડલી કોમ્બિનેશન’ કહેવામાં આવી રહ્યું છે.
રક્ષા મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે આ કડીમાં આ સપ્તાહ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઇલના હલ્કા વર્ઝન (2.4 ટન)ના પરીક્ષણ બે એન્જિનવાળા સુખોઇ ફાઇટર જેટથી કરાશે. આની પહેલાં બ્રહ્મોસ મિસાઇલના અસલી વર્ઝનનું વજન 2.9 ટન હતું.
સૂત્રોના મતે આ મિસાઇલ અંડરગ્રાઉન્ડ પરમાણું બંકરો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને દરિયાની ઉપર ઉડી રહેલા એરક્રાફ્ટને દૂરથી જ નિશાન બનાવામાં સક્ષમ છે. છેલ્લાં એક દાયકામાં સેનાએ 290 કિલોમીટરની રેન્જમાં જમીન પર માર કરનાર બ્રહ્મોસ મિસાઇલને પહેલાં જ પોતાના બેડામાં સામેલ કરી લીધી છે. બ્રહ્મોસ મિસાઇલ માટે 27150 કરોડ રૂપિયાના ઑર્ડર આપ્યા છે. તેના માટે સેના, નેવી અને ઇન્ડિયન એર ફોર્સે પોતાની રૂચી દેખાડી છે.
હવાથી જમીન પર માર કરનાર બ્રહ્મોસ મિસાઇલનું દુશ્મન દેશની સરહદમાં સ્થાપિત આતંકી ઠેકાણા પર હુમલો બોલાવા પણ ઉપયોગ કરી શકાય છે.