GSTV
India Trending World ટોપ સ્ટોરી

બ્રહમોસ મિસાઈલનું પહેલીવાર વાયુસેનાના સુખોઈ-30 યુદ્ધ વિમાન દ્વારા સફળ પરીક્ષણ કરાયું

દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહમોસનું પહેલીવાર ભારતીય વાયુસેનાના સુખોઈ-30-એમકેઆઈ યુદ્ધ વિમાન દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ. આ સાથે જ ભારત પહેલો દેશ બની ગયો છે કે જેની પાસે જમીન, સમુદ્ર તથા હવાથી દુશ્મનો પર પ્રહાર કરી શકનાર સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. આ વિશ્વરેકોર્ડનો ઉલ્લેખ સંરક્ષણ પ્રધાન નિર્મળા સીતારમણે DRDOને અભિનંદન આપતા ટ્વીટ કરીને કર્યો છે.

દુશ્મનની સરહદમાં ઘૂસીને લક્ષ્ય ભેદવા માટે સક્ષમ બ્રહ્મોસ મિસાઈલનું સુખોઈ-30 ફાઈટર જેટમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. બ્રહ્મોસ મિસાઈલનું પહેલીવાર સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર જેટ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું.

ફાઈટર જેટમાંથી કરવામાં આવેલા બ્રહ્મોસ મિસાઈલના પરીક્ષણને એક ડેડલી કોમ્બિનેશન ગણવામાં આવે છે. હવામાંથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઈલના દુશ્મન દેશની સરહદમાં સ્થાપિત આતંકી ઠેકાણાઓ પર હુમલો કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેમ છે.

બ્રહ્મોસ મિસાઇલ અવાજની ગતિથી લગભગ ત્રણ ગણી વધુ ઝડપ એટલે કે 2.8 મેકની ઝડપથી હુમલો કરવામાં સક્ષમ છે. આ મિસાઈલ અંડરગ્રાઉન્ડ પરમાણુ બંકરો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને સમુદ્રની ઉપર ઉડી રહેલા યુદ્ધવિમાનોને દૂરથી નિશાન બનાવવા માટે પણ સક્ષમ છે.

ગત એક દશકમાં સેનાએ 290 કિલોમીટરની રેન્જમાં જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ મિસાઈલ પહેલા જ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે. બ્રહ્મોસ મિસાઇલ માટે 27 હજાર 150 કરોડ રૂપિયાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. બ્રહ્મોસ માટે ભારતીય સેના, નેવી અને એરફોર્સે પણ રૂચી દાખવી છે.

સફળ પરીક્ષણની પુષ્ટિ કરતા દેશના સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે મિસાઈલને સુખોઈ-30-એમકેઆઈ અથવા એસયુ-30 વિમાનના ફ્યુઝલેસથી પાડી દેવાયુ. બે શ્રેણીમાં કામ કરનાર મિસાઈલનું એન્જીન ચાલુ થયુ અને આ બંગાળની ખાડીમાં આવેલ પોતાના ટારગેટ તરફ વધતું ગયું.

અઢી ટન વજનવાળી આ મિસાઇલ હથિયાર લઇ જવા માટે મોડિફાઇ કરાયેલા એસયુ-30 વિમાન પર લઇ જવાયેલી આ મિસાઇલ સૌથી વજનદાર હથિયાર છે. તેવામાં બ્રહ્મોસને હવે જમીન, સમુદ્ર તથા હવામાંથી પ્રહાર માટે ઉપયોગમાં લઇ શકાય છે. ભારતની પાસે યુદ્ધની સ્થિતિમાં ઘણી મહત્વની ગણાતી ક્રૂઝ મિસાઇલ ટ્રાઇડ ઉપલબ્ધ બની ગઇ છે.

હવાઇ હુમલા માટે જાણીતી સુપર સોનિક બ્રહ્મોસ મિસાઇલનું પ્રથમ વખત એક ફાઇટર જેટ દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણની સાથે જ ભારત હવે એ દેશોમાં સામેલ થઇ ગયો છે કે જેની પાસે આ પ્રકારની મિસાઇલો હોય.

બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા ૨૯૦ કિમી છે, એટલે કે ચીન અને પાકિસ્તાન સુધી પહોંચવાની ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે. આ મિસાઇલને વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઇલોમાં સ્થાન આપવામાં આવે છે. એટલે કે ખુબ જ ઝડપથી આ મિસાઇલ વાર કરી શકે છે.

પરીક્ષણની જાણકારી આપતા સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સમુદ્ર, વાયુ અને જમીન ત્રણેય સ્થળેથી આ મિસાઇલ છોડી શકાય છે. આ મિસાઇલને એક યુદ્ધ વીમાન દ્વારા છોડવામાં આવી હતી અને તે તેના ટાર્ગેટ બંગાળની ખાડીમાં જઇને પડી હતી. એટલે કે આ મિસાઇલનું ત્રીજુ વર્ધન હતું, આ પહેલા જમીન અને જળ પરથી છોડી શકાય તેવી મિસાઇલનો સમાવેશ કરી દેવાયો છે.

હવે ઇન્ડિયન એરફોર્સને પણ આ મિસાઇલ સોપવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને સમગ્ર બ્રહ્મોસ ટીમને શુભકામના પાઠવી હતી. જ્યારે મંત્રાલયે જણાવ્યું હતું કે સુ-૩૦ ફ્યૂઝલેગ ફાઇટર જેટ પરથી આ મિસાઇલને છોડવામાં આવી હતી. આ મિસાઇલને ડીઆરડીઓ અને રશીયાના એનપીઆએેમ દ્વારા સંયુક્ત ઉપક્રમે બનાવવામાં આવી હતી.

ડીઆરડીઓના ચેરમેન એસ. ક્રિસ્ટોફરે વૈજ્ઞાનિકોને આ સફળતા બાદ શુભકામના પાઠવી હતી. આ મિસાઇલનું વજન આશરે ૨.૫ ટન છે અને તેને ભારતના સુ-૩૦ ફાઇટર જેટ પર લઇ જવામાં આવી હતી. આ જેટ પર અગાઉ જેટલા પણ હથીયારો લઇ જવાયા તેમાનું આ સૌથી ભારે હથિયાર છે.

અમેરિકાની ટોમહોક મિસાઇલ પણ બ્રહ્મોસ સામે નબળી ટેકનીકલ ક્ષમતાને કારણે બ્રહ્મોસ મિસાઇલ અમેરિકાની કેટલીક મિસાઇલો કરતા પણ વધુ સક્ષમ હોવાના દાવા થઇ રહ્યા છે. એક અહેવાલ અનુસાર બ્રહ્મોસ મિસાઇલ અમેરિકાની ટોકહોમ મિસાઇલ કરતા પણ વધુ તાકતવર માનવામાં આવે છે.  આ મિસાઇલ બનાવવામાં રશીયાની મદદ લેવામાં આવી છે. યુદ્ધ સમયે દુશ્મનના આખા બેઝને ઉડાવી દેવાની ક્ષમતા બ્રહ્મોસ મિસાઇલનું વજન ૨.૫ ટન છે. આ મિસાઇલના ત્રણ વર્ઝન છે, જેમાં જમીન, જળ અને વાયુનો સમાવેશ થાય છે. એટલે કે સૈન્ય દ્વારા જમીન પરથી, નેવી દ્વારા યુદ્ધજહાજો પર અને એરફોર્સ દ્વારા ફાઇટર જેટ વડે આ મિસાઇલને છોડવાની ક્ષમતા છે. અત્યાર સુધી બે વર્ઝન તો સમાવી લેવાયા હતા, હવે ત્રીજા વર્ઝનનો સમાવેશ પણ કરી લેવાયો છે. આ મીસાઇલની ક્ષમતા ૨૯૦ કિમી સુધીની છે. એટલે કે યુદ્ધ સમયે સરહદ પર દુશ્મનના આખા બેઝને આ મિસાઇલ તોડી શકે છે.  બન્ને દેશોએ સંયુક્તી રીતે મળીને આ મિસાઇલ તૈયાર કરી છે.

Related posts

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu

આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક

GSTV Web Desk
GSTV