GSTV
Bollywood Entertainment Trending

બનારસમાં થઈ રહ્યું છે બ્રહ્માસ્ત્રનું શૂટિંગ, વાયરલ થયા રણબીર-આલિયાના ફોટા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અત્યારે વારાણસીમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. 2018થી આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અને બનારસમાં આલિયા અને રણબીર એક બીજાની કંપની એન્જોય કરી રહ્યાં છે. રણબીર એક બાજુ સ્પોર્ટી લુકમાં દેખાયો ત્યારે આલિયા સફેદ રંગના સલવાર શૂટમાં જોવા મળી હતી.

કહેવાય છે કે બંને 20 દિવસ સુધી બનારસમાં શૂટિંગ કરશે. રણબીર, આલિયા અને મોની રોય સ્ટારર ફિલ્મની શૂટિંગ મહિનાના અંતમાં શરૂ થઈ જશે. અને તૈયારીઓ શરૂ પણ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ રામનગર ફોર્ટમાં કરવામાં આવશે. અને થોડું શૂટિંગ ચેત સિંહ ફોર્ટમાં થશે. ફિલ્મની વાત કરીએ તો અમિતાભ બચ્ચન મુખ્ય રોલમાં જોવા મળશે.

આ પહેલાં તે ન્યુયોર્ક શેડ્યુલનો પણ હિસ્સો બન્યા છે. ફિલ્મના શૂટિંગને લઈ ડાયરેક્ટ અયાન મુખર્જી ખૂબ મહેનત કરી રહ્યા છે. અમિતાભની સાથે નાગાર્જુન, ડિમ્પલ કાપડીયા અને મોની રોય સપોર્ટિંગ રોલમાં છે. શૂટિંગ શરૂ થતાં પહેલા તેમણે કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તે વારાણસી શહેરમાં ફરતાં અને શૂટિંગ માટે જગ્યા સર્ચ કરતાં જોવા મળે છે.

પહેલા ફિલ્મ ડિસેમ્બર 2019માં રિલીઝ થવાની હતી, પણ હવે રિલીઝ ડેટને આગળ કરી દેવામાં આવી છે. આ પહેલા બ્રહ્માસ્ત્રની પૂરી ટીમ પ્રયાગરાજમાં હતી. અને ત્યાં મૂવીનું લોન્ચિંગ કંઈક અલગ રીતે કર્યું હતું. તેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરણ જોહર જોવા મળ્યાં હતાં.

Read Also

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV