GSTV
Bollywood Entertainment Trending

સુપરહિરો ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પરથી તસવીર થઇ લીક, જુઓ આલિયા રણબીરનો અવતાર

રણબીર કપુર અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર હાલના દિલસોમાં ચર્ચાનો વિષય બનેલી છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે. મેકર્સે બુલ્ગેરિયામાં શુટિંગ બાદ મુંબઈમાં બીજા શેડ્યુલની શુટિંગ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે બ્રહ્માસ્ત્રના સેટ પરથી એક તસ્વીર લીક થઈ રહી છે. ફોટોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

તસ્વીર ફેન પેજથી શેર કરવામાં આવી છે. આ તસ્વીરમાં આલિયા અને રણબીર કપુર સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. આલિયા તસ્વીરમાં દુઃખી જોવા મળી રહી છે અને રણવીર સિંહ પોતાના ફોનમાં વ્યસ્ત છે. તસ્વીર જોઈને એવુ લાગી રહ્યું છે કે તે બન્ને વચ્ચે ઝગડો થયો છે અથવા તો બીજી કોઈ વાતના કારણે આલિયા રણબીરથી નારાજ છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રણબીર કપુર ફોનમાં વ્યસ્ત છે માટે આલિયા તેનાથી નારાજ છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ડિસેમ્બર 2019માં રીલિઝ થશે. ફિલ્મમાં રણબીર કપુર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, અક્કિનેની નાગાર્જુન અને મોની રોય જેવા કલાકાર છે. આ ફિલ્મમાં અમિતાભ પહેલી વખત આલિયા અને રણબીર સાથે જોવા મળશે. ફિલ્મના એક ભાગની શૂટિંગ ઈઝરાયલના તેલ અવીવમાં કરવામાં આવી છે. ફિલ્મનું સંગીત, પ્રીતમે તૈયાર કર્યું છે.

આલિયા અને રણબીર કપુરના રિલેશનની ચર્ચા હાલમાં ખૂબ થઈ રહી છે. થોડા સમય પહેલા રણબીરના પિતા રિષી કપુરે ભટ્ટ પરિવારને પોતાના પરિવાર જેવો જ ગણાવ્યો હતો અને રણબીરે પણ એક ઈન્ટરવ્યૂમાં આલિયાની સાથેના સંબંધને શરૂઆતી અને નવો ગણાવ્યો હતો. આલિયાએ પણ એક ઈન્ટરવ્યૂમાં રણબીરના વિશે સવાલ કરતા કંઈ ન બોલીને ધણુ બધુ જાહેર કર્યું હતું.

Read Also 

Related posts

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel
GSTV