મૌની રૉયે તાજેતરમાં જ પોતાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તાજેતરમાં જ તેણે એક તસવીર શેર કરી, જેમાં તે ઘણી ફ્લોલેસ અને હૉટ લાગી રહી છે. તેણે એક બ્રાઇટ ટૉપ અને જીન્સ પહેર્યુ છે.
મૌની રૉયને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરવાનું પસંદ છે. જ્યારે પણ તે પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તેની તસવીરો પર લાઇક્સ અને કમેન્ટ્સનું પૂર આવે છે.
હવે મૌની રૉય અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નજરે આવશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મમાં મૌની નેગેટિવ રોલમાં નજરે આવશે.
તેની પહેલાં મૌની ‘રોમિયો અકબર વોલ્ટર’માં નજરે આવી હતી. મૌની રૉય પાસે હાલ ઢગલાબંધ ફિલ્મો છે.
બ્રહ્માસ્ત્ર ઉપરાંત મૌની ‘મેડ ઇન ચાઇના’માં પણ નજરે આવશે. આ ફિલ્મમાં તેની ઓપોઝીટ રાજકુમાર રાવ હશે. આ સાથે જ તે ટૂંક સમયમાં ફિલ્મ ‘મોગુલ’નું શુટિંગ પણ શરૂ કરશે.
સોશિયલ મીડિયા પર મૌનીનો આ અંદાજ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મૌનીએ ગોલ્ડ ફિલ્મથી અક્ષય કુમાર સાથે બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ અને ફિલ્મમાં તેના અભિનયના પણ ખૂબ જ વખાણ થયા હતા.
તેવામાં હવે આ એક્ટ્રેસ બોલ્ડ ફોટોશૂટ કરાવીને ફેન્સ વચ્ચે ચર્ચાનું કારણ બની છે. ફિલ્મ ગોલ્ડમાં મૌનીએ અક્ષય કુમારની પત્નીનો રોલ કર્યો હતો.
મૌની દેશભરમાં નાગિનનું કેરેક્ટર પ્લે કરીને ફેમસ બની છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન મૌની દરેક લુકમાં તહેલકો મચાવી દે છે.
ટી.વી. પડદાની નાગિન મૌની રોયની મેન લીડ તરીકે પ્રથમ ફિલ્મ ગોલ્ડ રીલિઝ થયા બાદ તેની પાસે બીજા ઘણા પ્રોજેક્ટ છે.
મૌની રોયે સૌ પ્રથમ તુમ બીન પિક્ચરથી પોતાની અભિનય કારર્કિર્દીની શરુઆત કરી હતી.આ અંગે તે કહે છે કે તે તેનાં દિલની ખુબ જ નજીક છે. અને તેનાં બન્ને ગીતો તેનાં માટે ખુબ જ ખાસ છે. પરંતુ તેને વધારે પ્રસિધ્ધિ નાગિન ટી.વી. સિરિયલથી મળી. અને આ પહેલાં તેણે દેવો કે દેવ મહાદેવ સીરિયલમાં મહાદેવની ભુમિકા પણ ભજવી હતી.
Read Also
- કેજરીવાલે નરેન્દ્ર મોદીને પછાડ્યા, 42%એ CMને તો 32%એ PMને કર્યા પસંદ, દિલ્હીનાં 53% લોકો “આપ” સરકારના કામથી ખુશ ! – સર્વે
- ‘રોકી શકો તો રોકી લો, સલમાન ખાનના ઘરમાં 2 કલાકમાં બોમ્બ ફાટશે’ કિશોરની ધમકીથી મુંબઇ પોલીસ દોડતી થઇ
- વડોદરાથી અમદાવાદ થઈ દિલ્હી જવા માટે મુસાફરો માટે બદલાયું સ્ટેશન, દરરોજ 26 ટ્રેનો હવે અહીંથી
- ભૂલથી પણ અહીં ક્લિક કરી આ ફિલ્મનું ટ્રેલર ન જોતા, ભારતની અત્યાર સુધીની સૌથી ડરાવની ફિલ્મ છે
- બેંક સ્ટાફ ઘરે લઈને આવ્યો 62 લાખની કૅશ, જીવવા લાગ્યો એવી લક્ઝરી લાઈફ, Photos