લોકસભાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો પાટીદાર, ઓબીસી, આદિવાસી જેવા સમાજની મતબેંકને જોઈને જ્ઞાતિવાદ સમીકરણો ગોઠવી રહ્યા છે ત્યારે બ્રહ્મ સમાજની રાજકીય રીતે અવગણના થઈ રહી હોવાનો આક્ષેપ થયો છે. ગુજરાત બ્રહ્મ સમાજના મુખ્ય કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું કે રાજકીય પક્ષોએ બ્રહ્મસમાજને હાંસિયામાં ધકેલી દીધો છે.
રાજ્યમાં લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપે માત્ર એક જ બેઠક પર ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે એકપણ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ ફાળવી નથી. ત્યારે બ્રહ્મ સમાજના મુખ્ય કન્વીનર યજ્ઞેશ દવેએ ભાજપ અને કોંગ્રેસને ખુલ્લી ચેતવણી આપી છે કે ગુજરાતમાં 9.5% થી વધુ વસ્તી ધરાવતો બ્રાહ્મણ સમાજ નારાજ થયો છે.
ત્યારે આ નારાજગીનું પરિણામ બંને પક્ષોએ ભોગવવું પડશે. લોકસભાની ચાર બેઠકો એવી છે જ્યાં બ્રાહ્મણો નિર્ણાયક ભૂમિકામાં છે તેવી બેઠક પર બ્રહ્મ સમાજના આગેવાનો અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવો પણ નિર્ણય કરાયો છે.
READ ALSO
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ