GSTV

ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટમાં કોણ જીતશે ટેસ્ટ સીરિઝ? ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેડ હોગે કહી આ મોટી વાત

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર બ્રેડ હોગે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝને લઈને પોતાનો મત આપ્યો છે. બ્રેડ હોગે કહ્યું કે ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ સીરિઝને 3-0થી અથવા 3-1થી પોતાના નામે કરાવવામાં સફળ રહેશે. ભારતીય ટીમ હાલમાં જ ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ધૂળચટાડી ટેસ્ટ સિરિઝમાં 2-1થી હાર આપીને પરત ફરી છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અંજકિય રહાણેની કેપ્ટનશીપમાં ટીમે ખૂબજ સારું પ્રદર્શન કર્યું છે. અને બ્રિસબેનના ગાબા મેદાનમાં ઓસ્ટ્રેલિયાનો 32 વર્ષથી અજેય રહેવાનો રેકોર્ડ પણ તોડીને ચકનાચૂર કરી દીધો છે.

પહેલી બે ટેસ્ટ મેચ માટે ભારત અને ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત થઈ ચૂકી

ઈંગ્લેન્ડની વિરુદ્ધ થનારી પહેલી બે ટેસ્ટ મેચ માટે ભારત અને ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ભારત તરફથી નિયમિત કેપ્ટન વિરાટ કોહલી અને હાર્દિક પંપ્ડાય ટીમમાં પરત ફર્યા છે. તો ઈંગ્લેન્ડે જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સને આરામ આપ્યા બાદ એક ટીમમાં શામેલ કર્યા છે. પોતાની યુટ્યૂબ ચેનલ પર વાત કરતાં બ્રૈડ હોગે કહ્યું, મને લાગે છે કે ઈન્ડિયા આ સિરીઝ 3-0 અથવા 3-1થી પોતાના નામે કરી શકે છે. મારું માનવું છે કે ઈંગ્લેન્ડની અમદાવાદમાં ત્રજી ટેસ્ટ મેચ હશે પરંતુ મને લાગે છે કે ભારતીય ટીમ વાપસી કરશે અને અમદાવાદમાં ચોથી અને છેલ્લી ટેસ્ટમાં જીત મેળવશે. ભારત ચેન્નઈમાં થનારા પહેલા બંને ટેસ્ટ મેચમાં જીતવામાં સફળ રહેશે તો 3-1 અને ભારત લોર્ડ્સમાં થનાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન શીપની ફાઈનલમાં પહોંચી જશે.

ભારતની ટીમ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી ઉપર

ગાબામાં મળેલી ઐતિહાસિક જીત પછીથી ભારતની ટીમ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી ઉપર પહોંચી ચૂકી છે. જ્યારે કે ટેસ્ટ સિરીજ ગુમાવ્યા પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા નંબર પર સરકી ગઈ છે. ભારતે અત્યારે વિશ્વ ટેસ્ટચેમ્પિયનશીપ અનુસાર પાંચ ટેસ્ટ સીરીઝ રમી છે. જેમાં ટીમે 9 મેચ જીત્યા છે. જ્યારે ત્રણમાં હારનો સામનો કર્યો છે અને એક ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયા અત્યારે 71ય1 ટકા સાથે ટોપ પર કાયમ છે. આ લિસ્ટમાં બીજા નંબર પર ન્યુઝીલેન્ડ પણ 70 ટકા છે. ત્રીજા સ્થાને ઓસ્ટેલિયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નીતિન પટેલે પોતાનો ગઢ સાચવી રાખ્યો: ઉત્તર ગુજરાતની વધુ બે નગરપાલિકામાં ભગવો લહેરાયો, શંકર ચૌધરીની મહેનત રંગ લાવી

Pravin Makwana

અમદાવાદમાં દેરાણી-જેઠાણી જીત્યા: આજના પરિણામમાં શાનદાર જીત મેળવી, જેઠાણીએ તો કોંગ્રેસની બેઠક આંચકી લીધી

Pravin Makwana

ફાયદો/ ફિક્સ્ડ ડિપોઝીટ કરતા પણ કરો વધુ કમાણી, 1 હજારની રૂપિયાની બચતથી કરી બનાવો 20 લાખ રૂપિયા

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!