GSTV
India News ટોપ સ્ટોરી

BIG NEWS: ભાજપમાં જોડાવા બાબત! બળવાખોર શિંદે જૂથના ધારાસભ્યોમાંં મતભેદો, કેટલાક બળવાખોરોને આગમી ચૂંટણીનો ડર

શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે જૂથ દ્વારા પોતાને હાલ શિવસેના બાળાસાહેબ એવી હંગામી ઓળખ આપવામાં આવી છે પરંતુ વિધાનસભાના ફ્લોર પર અને લાંબા ગાળાની પક્ષીય ઓળખ બાબતે બળવાખોરોમાં મતભેદો સર્જાયા હોવાનું જાણવા મળે છે.  કેટલાક બળવાખોર ધારાસભ્યોના મતે કોઈ ટચૂકડો પક્ષ રચવો કે અન્ય ટચૂકડા પક્ષમાં જોડાઈ જવા કરતાં ભાજપમાં સામેલ થઈ જવાનો વિકલ્પ જ સૌથી વધારે યોગ્ય છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના હિંદુત્વની વિચારધારાથી દૂર જઈ રહી હોવાના મુદ્દે  બળવો પોકારાયો છે આ સંદર્ભમાં ભાજપમાં જોડાઈ જવાથી રાજકીય સ્થિરતા પણ મળશે તેવું આ ધારાસભ્યો માને છે. 

શિવસેના અને ભાજપ બંને સાહજિક સાથીઓ

ચિમનરાવ પાટિલ નામના એક બળવાખોર ધારાસભ્યનો ગુવાહાટીની હોટલથી વીડિયો વાયરલ થયો છે. તેમાં તેમણે એમ જણાવ્યું છે કે શિવસેના અને ભાજપ બંને સાહજિક સાથીઓ છે. વિચારધારાની રીતે તેઓ નિકટ છે. જ્યારે એનસીપી  અને કોંગ્રેસ દેખીતી રીતે જ શિવસેનાના હરીફ પક્ષો છે. તેમની સાથે કોઈ પ્રકારની સામ્યતા નહીં હોવા છતાં માત્ર સત્તા ખાતર તેમની સાથે યુતિ કરી શકાય નહીં. 

બધા ધારાસભ્યો આ વિચારની તરફેણમાં નથી

જોકે, બધા ધારાસભ્યો આ વિચારની તરફેણમાં નથી. ખાસ કરીે જે ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં ભાજપના નેતાઓના મજબૂત પ્રતિકારનો સામનો કરવાનો છે તેવા ધારાસભ્યોને લાગે છે કે ભાજપમાં જોડાઈ જવાથી તેમનું આગવું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે. આ ધારાસભ્યોને એવો પણ વિશ્વાસ છે કે કોઈ મોટાં પક્ષનું બેનર ના હોય તો પણ પોતે તેમની વ્યક્તિગત ક્ષમતાથી ચૂંટાઈ આવે તેમ છે. 

રાજ્યના મંત્રી બચ્ચુ કડૂ પણ સામેલ

બળવાખોરો સાથે પ્રહાર પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બચ્ચુ કડૂ પણ સામેલ છે. કેટલાક ધારાસભ્યો એવો વિકલ્પ સૂચવી રહ્યા છે કે સમગ્ર બળવાખોર જૂથે આ પ્રહાર જનશક્તિ પાર્ટીમાં સામેલ થઈ જવું જોઇએ.  બળવાખોરોની પક્ષીય ઓળખના મુદ્દે રાજકીય નિષ્ણાતોમાં પણ મતભેદો પ્રવર્તે છે. એક મત એવો છે કે આ બળવાખોર જૂથે કોઈને કોઈ પાર્ટીમાં સામેલ થવું પડશે. અલગ છૂટાં પડેલાં જૂથ તરીકે તેમને વિધાનસભામાં કોઈ ઓળખ કે માન્યતા પ્રાપ્ત થઈ શકે નહીં. 

READ ALSO

Related posts

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk
GSTV