GSTV
Home » News » ઝેરીલા પાણીના કારણે કુંવારા છે આ ગામના છોકરાઓ, થાય છે અનેક બીમારી

ઝેરીલા પાણીના કારણે કુંવારા છે આ ગામના છોકરાઓ, થાય છે અનેક બીમારી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઘણાં છોકરા કુંવારા બેઠા છે અને ગામમાં લગ્ન નથી થઈ રહ્યા. ગામના લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પંચાયતમાં કચરા ઘર શિફ્ટ થયા બાદ અહીંની હાલત બદથી બદતર થઈ ગઈ છે. હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ઝેરીલા પાણીથી લોકોને અલગ-અલગ પ્રકારની બીમારીઓ થઈ રહી છે.

2 વર્ષ પહેલા કચરાઘર શહેરના ભાનપુરથી દૂર કરીને આદમપુર છાવનીમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. કચરાઘર શિફ્ટ કરવામાં આવ્યો તે સમયે ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ નગર નિગમે આ કચરાઘર શિફ્ટ કરી દીધો. ત્યારથી લઈ આસપાસના ગામના લોકો પ્રભાવિત થઈ ગયા.

આદમપુર છાવણીના ગામમાં પાણી ઝેરીલું થઈ ચૂક્યું છે અને લોકો બીમાર પડી રહ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે ઘણી વાર અહીં સરકારના અધિકારી અને સ્થાનીય નેતા આવે છે પરંતુ ખાલી આશ્વાસન આપી પાછા જતા રહે છે. ક્ષેત્રના વિધાયક રામેશ્વર શર્મા પણ અસહાય હોવાનો દાવો કરે છે. તેનું કહેવું છે કે સતત તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકાર સાંભળી નથી રહી. જો કચરાઘર ત્યાંથી દૂર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન માટે રસ્તા પર ઉતરીશું.

Read Also

Related posts

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

પીએમ મોદી 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર પરેડ શરૂ થતા પહેલા આ જગ્યા પર જશે

Nilesh Jethva

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ છેતરપીંડીનો દાખલ થયો કેસ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!