GSTV

અજબગજબ / પ્રેમી કરી રહ્યો હતો પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ, કૂતરાએ આવીને કર્યો એવો ખેલ કે…

Last Updated on October 12, 2021 by Zainul Ansari

સોશિયલ મીડિયા પર હાલ એક એવો પ્રપોઝલ વિડીયો વાઇરલ થયો છે કે, જે જોઈને તમે એવી પ્રાર્થના કરશો કે, તમારી સાથે આવું ના થાય. ઘટના કંઈક એવી છે કે, એક પ્રેમી તેની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હોય છે. તે પોતાના ઘૂંટણના બળ પર વાળીને હાથમાં રિંગ લઈને તેની પ્રેમિકાને પ્રપોઝ કરી રહ્યો હોય છે. આસપાસનો માહોલ પણ એકદમ રોમેન્ટિક હોય છે અને આ અવિસ્મરણીય ક્ષણને તે પિતાના કેમેરામાં પણ કેદ કરી રહ્યો હોય છે એટલામા તેનો પાળીતો કૂતરો આવીને એવો ખેલ કરી નાખે છે કે, આખી દુનિયા હાલ આ પ્રપોઝલને એક અલગ નજરે જોઈ રહી છે તો ચાલો જાણીએ શું છે આખી ઘટના?

શું છે આખી ઘટના ?

આ પ્રપોઝલની વિડીયો કલીપ 2 ઓક્ટોબરના રોજ યુટ્યુબ ચેનલ “વાયરલ હોગ” પર શેર કરવામા આવ્યો હતો. અહેવાલો પરથી મળતી માહિતી મુજબ આ ઘટના કેનાડાના Fort McMurray માં ઘટી હતી. આ વીડિયોના કેપશનમા એવું લખવામાં આવ્યું હતું કે, ” આ વિડીયો મારી મંગેતરન છે, જે મને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો પરંતુ, જ્યારે અમે આ વિડીયો જોયો ત્યારે ધ્યાનમા આવ્યું કે, આ સમયે અમારો ઓસ્ટ્રેલિયાઈ શેફર્ડ ટકર વચ્ચે આવીને શૌચક્રિયા કરી રહ્યો હતો.

જુઓ આ વિડીયો :

36 સેકંડના આ વીડિયોમાં જોવા મળ્યું કે, એક કૂતરો બાથરૂમ જવા માટે જગ્યા શોધી રહ્યો હતો ત્યારે બીજી તરફ એક વ્યક્તિ પોતાની પ્રેમિકાને ઘૂંટણ પર બેસીને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો. કૂતરો આ સમય દરમિયાન પોતાની નિત્યક્રિયા પતાવી રહ્યો હતો અને બીજી તરફ પ્રેમિકા યુવકના પ્રપોઝલને એક્સેપટ કરીને લગ્ન માટે માની જાય છે.બંને એકબીજાને ગળે મળીને ખુશી વ્યક્ત કરી રહ્યા હોય છે અને બીજી તરફ કૂતરો પણ પોતાની શૌચક્રિયા પતાવીને ચાલ્યો જાય છે.

મિત્રો આ છે એક સંકેત કે ના કરો લગ્ન :

આ વીડિયોને હાલ 53 હજાર કરતા પણ વધુ વ્યુ મળી ચુક્યા છે. આ સાથે જ ઘણા બધા લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. આ વિડીયો પર અમુક યુઝરોએ એવી કોમેન્ટ મારી છે કે, ” કૂતરાએ દેખાડી દીધું કે, તે લગ્ન વિશે શું વિચારે છે? ત્યારે બીજા એક યુઝરે લખ્યું કે, મિત્રો ભૂલથી પણ લગ્નની આ માયાજાળમાં ના ફંસાવ. તો એકવાર તમે પણ આ વિડીયો જુઓ અને જણાવો શું છે તમારા પ્રતિભાવ?

Read Also

Related posts

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana

ગોલ્ડન ચાન્સ/ LLB પાસ માટે સરકારી નોકરી, નહીં આપવી પડે પરીક્ષા, આ રીતે થઇ જશે સિલેક્શન

Bansari

Instagram ની નવી અપડેટ: હવે સ્માર્ટફોન વિના પણ પોસ્ટ કરી શકશે યુઝર્સ, જાણો નવા ફીચરમાં શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!