GSTV

વિચિત્ર / ડેટ પર ગર્લફ્રેન્ડની ડ્રેસ પસંદ ના આવી તો બોયફ્રેન્ડે કર્યું આવું, યુવતીએ રડીને વીડિયો દ્વારા જણાવી આખી ઘટના

Last Updated on November 23, 2021 by Zainul Ansari

અમેરિકાના મિશિગનની એક યુવતીએ ટિકટોક પર એક વીડિયો શેર કરીને તેના બોયફ્રેન્ડના અજીબોગરીબ વર્તનનો ખુલાસો કર્યો છે. યુવતીએ જણાવ્યું કે જ્યારે તેના બોયફ્રેન્ડને ડેટ દરમિયાન તેનો ડ્રેસ પસંદ ન આવ્યો તો તેણે કેવી રીતે તેને કેબમાં બેસાડીને ઘરે મોકલી દીધી.

ટિકટોકર નિક્કી જૈબ્સે ખુલાસો કર્યો કે તે થોડા દિવસો પહેલા ડેટિંગ એપ હિંજે દ્વારા ગ્રેગ નામના વ્યક્તિને મળી હતી. તેના પછી બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો અને પછી રિલેશનમાં આવ્યા. ત્રણ અઠવાડિયા પછી ગ્રેગે નિક્કીને તેની સાથે એક કાર્યક્રમમાં જવા કહ્યું.

નિક્કી તેના માટે ખૂબ જ ઉત્સાહિત હતી. તેણીએ આખી 40 મિનિટ માત્ર મેકઅપ અને ગ્રુમિંગ પર વિતાવી જેથી તે કાર્યક્રમમાં સારી દેખાઈ શકે. પણ તેને ખબર નહતી કે આ રાત તેના માટે હ્રદય તોડી નાખનારી રાત હશે.

નિક્કીએ જણાવ્યું કે તે કાર્યક્રમમાં ડિનર કરવા બેઠી કે તરત જ ગ્રેગે કંઈક એવું કહ્યું જેનાથી તેનું દિલ તૂટી ગયું. ગ્રેગે જણાવ્યું કે તે આ આઉટફિટમાં બિલકુલ સારી લાગતી નથી. ગ્રેગે તો એટલા સુધી કહી દીધું કે તેણીનો આઉટફિટ જોઈને તે શરમ અનુભવે છે. આ કહ્યા પછી ગ્રેગે નિક્કી માટે ઉબેર કેબ બુક કરાવી અને તેને ત્યાંથી જવાનું કહ્યું.

નિક્કીએ ટિકટોક પર પોતાનો રડતો વીડિયો મૂક્યો અને આખી વાત કહી. તેણે જણાવ્યું કે કાર્યક્રમમાં જવા માટે જ્યારથી તે ગ્રેગ સાથે કેબમાં બેઠી, ત્યારથી તે તેની તરફ જોઈ રહ્યો હતો. નિક્કીએ જણાવ્યું કે તેણે ગ્રેગને વારંવાર પૂછ્યું કે તે શા માટે તેની તરફ વારંવાર જોઈ રહ્યો હતો. પછી ગ્રેગ કંઈ બોલ્યો નહિ. પરંતુ તેણે કાર્યક્રમમાં જઈને આવું કામ કર્યું.

નિક્કીએ જણાવ્યું કે બાદમાં ગ્રેગે પણ પોતાના કૃત્ય માટે માફી માંગી અને કહ્યું કે તેણે આવું ન કરવું જોઈતું હતું. નિક્કીએ જણાવ્યું કે તે પોતાના સંબંધને બચાવવા માટે વારંવાર પૂછતો રહ્યો. પણ મેં તેને કોઈ જવાબ ન આપ્યો. અને તે બધું સમાપ્ત થઈ ગયું છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!